Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેકટર 2માં તસ્કરો બેફામ:NRIના બંધ ઘરમાં 50 લાખની સનસનીખેજ ચોરી, સાયબર ફ્રોડના ડરે બેંક લોકરમાંથી ઘરે લાવેલી મૂડી સાફ

    12 hours ago

    ગાંધીનગરના સેક્ટર-2Cમાં તસ્કરોએ ઠંડા કલેજે એક મોટો હાથ માર્યો છે. આફ્રિકામાં સ્થાયી થયેલા બિઝનેસમેનના બંધ બંગલાને નિશાન બનાવી તસ્કરો અંદાજે 50 લાખથી વધુની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે, સાયબર ફ્રોડના વધતા કિસ્સાઓથી ડરીને વેપારીએ બેંક લોકર ખાલી કરી તમામ દાગીના અને રોકડ ઘરે રાખ્યા હતા જે હવે તસ્કરોના હાથમાં ચડી ગયા છે. ગાંધીનગરના સેક્ટર-2Cમાં પ્લોટ નંબર 877/1 માં મકાન ધરાવતા અને હાલ આફ્રિકા સ્થાયી થયેલા પરેશભાઈ શર્મા ગત જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર આવ્યા હતા. ડિજિટલ યુગમાં બેંકિંગ વ્યવહાર અને લોકર પણ સુરક્ષિત નથી તેવી ભીતિ હેઠળ તેમણે પોતાની જીવનભરની કમાણી જેવી કે સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ બેંક લોકરમાંથી ઉપાડી લીધી હતી. બારીની ગ્રિલ તૂટેલી હાલતમાં મળી ને શંકા ગઈ આ કિંમતી સામાન ઘરમાં જ સુરક્ષિત રહેશે તેમ માનીને તેઓ માર્ચ મહિનામાં ફરી આફ્રિકા પરત ફર્યા હતા. આ બંધ ઘરની સંભાળ રાખવા માટે પરેશભાઈના બહેન સમયાંતરે આવતા હોય છે. આજે જ્યારે તેઓ મકાન પર તપાસ માટે આવ્યા ત્યારે ઘરની પાછળની બારીની ગ્રિલ તૂટેલી હાલતમાં મળી આવી હતી. સમગ્ર વિસ્તારમાં ચોરીથી ફફડાટ બાદમાં અંદર જઈને જોતા રૂમમાં રહેલી તિજોરીના તાળા તૂટેલા હતા અને તમામ કિંમતી ચીજવસ્તુઓ ગાયબ હતી. 50 લાખથી વધુની માતબર રકમ અને દાગીનાની ચોરી થઈ હોવાની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ ઘટનાની જાણકારી મળતા જ સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તસ્કરોએ જે રીતે ચોરીને અંજામ આપ્યો છે તે જોતા કોઈ જાણભેદુ હોવાની પણ શંકા સેવાઈ રહી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને ડોગ સ્ક્વોર્ડ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    રીલ્સના ચક્કરમાં ટ્રેક્ટરને ઉછાળતાં રોક્યો તો માલિકના પુત્રની હત્યા:અમરેલીના બરવાળા બાવીશીમાં બાઈકસવારને માથામાં લોખંડની પાઈપ ફટકારી, નીચે પડતાં પથ્થર મારી પતાવી દીધો
    Next Article
    J&K Woman Cricketer, Brother Arrested In Sextortion Case By Mumbai Cops

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment