Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા તા.પં. ચૂંટણી:વડાલીના બડોલમાં સૌથી ઓછા મતદારો, ઝહીરાબાદમાં સૌથી વધુ

    12 hours ago

    સાબરકાંઠા જિલ્લાની 8 તાલુકા પંચાયતોની ચૂંટણીના જંગમાં સ્ત્રી મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવવા જઈ રહી છે. જિલ્લાના કુલ 170 વોર્ડમાં 444826 મહિલા મતદારો નોંધાયા છે. વડાલીના બડોલમાં સૌથી ઓછી મહિલા મતદારો નોંધાઈ છે. હિંમતનગર તાલુકાની 28-ઝહીરાબાદ બેઠક સમગ્ર જિલ્લામાં સૌથી મોટી બેઠક છે. અહીં કુલ 10184 મતદારો છે. આ એકમાત્ર એવી બેઠક છે જ્યાં મતદારોનો આંકડો 10 હજારને પાર કરી ગયો છે. તો વડાલી તાલુકાની 2-બડોલ બેઠક સમગ્ર જિલ્લામાં સૌથી નાની બેઠક છે. અહીં કુલ માત્ર 2772 મતદારો છે. એટલે કે, ઝહીરાબાદ અને બડોલ વચ્ચે આશરે 7400 મતદારોનો તફાવત છે. ઝહીરાબાદ બેઠકમાં સૌથી વધુ 5036 મહિલા મતદારો છે. ત્યારબાદ ઈડરના ગોરલમાં 3660 અને હિંમતનગરના બેરણામાં 3638 બેઠક આવે છે. વડાલીની બડોલ બેઠક પર જિલ્લામાં સૌથી ઓછી 1344 મહિલા મતદારો છે. આ ઉપરાંત પોશીના તાલુકાની દેમતી-1 બેઠકમાં માત્ર 1350 મહિલા મતદારો નોંધાવા પામ્યા હતા. તાલુકા વાઇઝ બેઠકોની વિગત હિંમતનગર (28 બેઠક) ઇડર (28 બેઠક) ખેડબ્રહ્મા (20 બેઠક) પોશીના (20 બેઠક) પ્રાંતિજ (20 બેઠક) તલોદ (20 બેઠક) વિજયનગર (18 બેઠક) વડાલી (16 બેઠક)
    Click here to Read More
    Previous Article
    જીવલેણ હુમલો:તલોદના તાજપુરની સીમમાં એસટીના મિકેનિકલ હેલ્પર પર જીવલેણ હુમલો
    Next Article
    LCBની કાર્યવાહી:મકાઈના વેપારી સાથે 10 લાખની ઠગાઈ‎કરનારા ચાર શખ્સ પાલનપુરથી ઝડપાયા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment