Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવલેણ હુમલો:તલોદના તાજપુરની સીમમાં એસટીના મિકેનિકલ હેલ્પર પર જીવલેણ હુમલો

    10 hours ago

    તલોદના તાજપુરની સીમમાં જૂની અદાવતને લીધે નોકરી પરથી પરત ફરી રહેલા એસટીના મિકેનિકલ હેલ્પર પર બે શખ્સોએ લોખંડના કડા વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેને માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા. તલોદના આંત્રોલી દોલજી વાસમાં રહેતા 21 વર્ષીય યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા તલોદ એસટી વર્કશોપમાં મિકેનિકલ હેલ્પર તરીકે ફરજ બજાવે છે. ગત 21 એપ્રિલના રોજ મોડી રાત્રે દોઢ વાગ્યાના સુમારે સાથી કર્મચારી પવન સોલંકી સાથે બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તાજપુર ગામની સીમમાં જીઓ પેટ્રોલપંપ સામે આવેલી એક ચાની હોટલ પર રોકાયા હતા. યુવરાજસિંહ ચા પીવા ઉભા હતા ત્યારે પાછળથી આંત્રોલી પુંજાજી વાસનો શૈલેષસિંહ બાપુસિંહ પરમાર અને તલોદનો જયેશ ઝાલા ત્યાં ધસી આવ્યા હતા. અગાઉ થયેલા મનદુઃખની વેરભાવના રાખીને આ બંને શખ્સોએ યુવરાજસિંહ પર હુમલો કર્યો હતો. શૈલેષસિંહ પરમારે પોતાના હાથમાં પહેરેલા લોખંડના કડા વડે યુવરાજસિંહના માથાના પાછળના ભાગે, કપાળ પર અને જમણા હાથની આંગળી પર ફટકા માર્યા હતા. હુમલાને કારણે યુવરાજસિંહ લોહીલુહાણ થઈ ગયા હતા. ઝપાઝપી દરમિયાન યુવકની સોનાની ચેઈન અને રોકડ ભરેલું પાકીટ પણ સ્થળ પર પડી ગયું હતું. હુમલો કર્યા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ઈરાન બોલ્યું- હાલની સ્થિતિમાં હોર્મુઝ નહીં ખુલે:અમેરિકી નાકાબંધી ખતમ થાય તો જ સીઝફાયર; કાલે ઈસ્લામાબાદમાં US-ઈરાન વચ્ચે વાતચીત શક્ય
    Next Article
    સાબરકાંઠા તા.પં. ચૂંટણી:વડાલીના બડોલમાં સૌથી ઓછા મતદારો, ઝહીરાબાદમાં સૌથી વધુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment