Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગમખ્વાર અકસ્માત સર્જાયો:બાઈકની ટક્કરથી પતિનું મોત પત્નીને ઈજા પહોંચી

    2 days ago

    પાટણ તાલુકાના કુણઘેરથી સબોસણ તરફના માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા સવાર આધેડનું મોત નિપજ્યું છે. પાટણ શહેરના મોતીસા દરવાજા પાસે આવેલી સતકેવલ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ કાંતિભાઈ પટણી અને તેમના પત્ની જ્યોત્સનાબેન પોતાનું એક્ટીવા લઈને કુણઘેર-સબોસણ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક બાઈક ચાલકે તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે દંપતી રોડની સાઈડમાં ફંગોળાઈને નીચે પટકાયું હતું, જેમાં પ્રકાશભાઈને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે તેમના પત્ની જ્યોત્સનાબેનને પણ શરીરના ભાગે વધતી-ઓછી ઈજાઓ થઈ હતી. બંનેને બેભાન અવસ્થામાં તાત્કાલિક સારવાર અર્થે ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ પ્રકાશભાઈ પટણીએ દમ તોડ્યો હતો. બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતોને અપાયું માર્ગદર્શન:સિદ્ધપુરના ખળી ગામમાં ખાતરના સંતુલિત ઉપયોગ અંગે 39 ખેડૂતોને માર્ગદર્શન અપાયું
    Next Article
    ધૂરંધર-બોલિવૂડના આદિત્ય ધરનો હોલિવૂડના ક્વિન્ટન ટેરેન્ટિનોને જવાબ:આખરે ટિકિટબારી પર સફળ થાય એ જ જો જીતા વહી સિકંદર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment