Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ભગવાન શ્રીરામની 39મી રથયાત્રા નીકળી:બાહુબલી હનુમાન, ઝાંખીઓ, શસ્ત્ર કરતબો સાથે 6 કિમી રૂટ પર સ્વાગત

    21 hours ago

    પાટણ શહેરમાં રામનવમી પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને રામ સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રીરામની 39મી રથયાત્રાનું આયોજન કરાયું હતું. છીંડિયા દરવાજા સ્થિત રામજી મંદિરથી શરૂ થયેલી આ યાત્રામાં બાહુબલી હનુમાન, અયોધ્યાના રામલલ્લાની આબેહૂબ મૂર્તિ અને વિવિધ વેશભૂષાની ઝાંખીઓ મુખ્ય આકર્ષણ રહી હતી. રામજી મંદિર ખાતે મહાઆરતી બાદ સાધુ-સંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. આ વર્ષે યાત્રામાં બે મુખ્ય રથ જોડવામાં આવ્યા હતા. એક રથમાં અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામના બાળ સ્વરૂપની આબેહૂબ મૂર્તિ હતી, જ્યારે બીજા રથમાં રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ બિરાજમાન હતી. કેસરી સાફામાં સજ્જ સ્વયંસેવકો દ્વારા રથને દોરડાથી ખેંચીને નગર ભ્રમણ કરાવવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં વિવિધ આકર્ષક ઝાંખીઓ અને વેશભૂષા પ્રદર્શિત કરાઈ હતી. જેમાં બાહુબલી હનુમાન અને શિવ-પાર્વતીની વેશભૂષા સાથેની ઝાંખીઓ જોડાઈ હતી. દુર્ગાવાહિનીની 500થી વધુ બહેનોએ તલવાર રાસ રજૂ કર્યો હતો, જ્યારે બજરંગ દળના યુવાનોએ લાઠી દાવના કરતબો દર્શાવ્યા હતા. ડી.જે. અને ધાર્મિક સંગીતના સૂરે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શહેરના અંદાજે 6 કિલોમીટર લાંબા રૂટ પર પરિભ્રમણ દરમિયાન ઠેર-ઠેર ભક્તોએ ભગવાનના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. રથયાત્રાનું શહેરના માર્ગો પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રાના માર્ગ પર વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને યુવક મંડળો દ્વારા સેવા કેમ્પ કાર્યરત કરાયા હતા. યાત્રામાં જોડાયેલા લોકો માટે ઠંડા પાણી, શરબત અને છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં 1 DySP, 4 PI, 8 PSI અને 200 કોન્સ્ટેબલ સહિતનો કાફલો તૈનાત રહ્યો હતો. રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને નિર્ધારિત સ્થળે સંપન્ન બનશે.
    Click here to Read More
    Previous Article
    ચંદ્રુમાણામાં રામનવમી ઉજવાઈ, રામજી મંદિરમાં અન્નકૂટ યોજાયો:મધ્યાહન આરતી, પ્રસાદ વિતરણ અને ભજન કીર્તન કરાયા
    Next Article
    ગુજરાતમાં 'ગન કલચર' વધ્યું:ગોપાલ ઈટાલિયાના ભાજપ સરકાર પર આકરા પ્રહાર, કહ્યું- પોલીસ લોકોની સુરક્ષા માટે નહીં પણ AAP કાર્યકરોને ડરાવવા-ધમકાવવાનું કામ કરે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment