Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રુમાણામાં રામનવમી ઉજવાઈ, રામજી મંદિરમાં અન્નકૂટ યોજાયો:મધ્યાહન આરતી, પ્રસાદ વિતરણ અને ભજન કીર્તન કરાયા

    19 hours ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી રામ નવમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગામમાં ભગવાન શ્રીરામના જય જયકાર ગુંજી ઉઠ્યા હતા. ગામના મધ્યમાં આવેલા શ્રી રામજી મંદિર ખાતે ભગવાન રામચંદ્રજી, લક્ષ્મણજી મહારાજ અને જાનકીજી માતાને નવીન વસ્ત્રો અને ફૂલહારથી સજ્જ કરવામાં આવ્યા હતા. ભગવાનને વિવિધ વાનગીઓનો 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાઈઓ અને બહેનો દ્વારા રામ નામનો જાપ તેમજ ભજન-કીર્તન કરવામાં આવ્યા હતા. બપોરે મધ્યાહન આરતી બાદ અન્નકૂટનો પ્રસાદ વિતરણ કરાયો હતો. ગ્રામજનોએ પોતાના ઘરે પણ ભગવાનને પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવી હતી. જોકે, આ વર્ષે ગામમાં નાની ઉંમરના લોકોના મૃત્યુ થયા હોવાથી પટેલ સમાજ દ્વારા પરંપરાગત રીતે કરવામાં આવતો યજ્ઞ બંધ રાખવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ભગવાનના દર્શન અને વંદન કરી ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    India Fuel Shortage News: क्या सच में खत्म हो रहा है तेल और गैस? भारत में तेल-गैस की कितनी किल्लत?
    Next Article
    પાટણમાં ભગવાન શ્રીરામની 39મી રથયાત્રા નીકળી:બાહુબલી હનુમાન, ઝાંખીઓ, શસ્ત્ર કરતબો સાથે 6 કિમી રૂટ પર સ્વાગત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment