Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધૂરંધર-બોલિવૂડના આદિત્ય ધરનો હોલિવૂડના ક્વિન્ટન ટેરેન્ટિનોને જવાબ:આખરે ટિકિટબારી પર સફળ થાય એ જ જો જીતા વહી સિકંદર

    2 days ago

    અત્યારે બોલિવૂડની ફિલ્મ ધૂરંધર ફક્ત ભારત જ નહીં પણ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. રોજે રોજ નવા નવા રેકોર્ડ બનાવે છે. ફિલ્મ વિશે, એના કલાકારો વિશે, સંગીત વિશે, ફિલ્મની વાર્તા વિશે અને ફિલ્મ ડિરેક્ટર આદિત્ય ધર વિશે નવી નવી વાતો અને રમૂજો બહાર આવે છે. આદિત્ય ધર ફક્ત એક મૂવીના 2 ભાગ બનાવી રાતોરાત બોલિવૂડના ખેરખાંઓને હડસેલીને સ્ટાર ડિરેક્ટરની હરોળમાં પ્રથમ નંબર પર આવી ગયા છે. ખાસ કરીને ઇન્ડિયામાં ઘટેલી વાસ્તવિક ઘટનામાં કલ્પનાના રંગો પૂરીને જે મનોરંજનની ધમાલ એમણે મચાવી છે એને કારણે એમને એવોર્ડ્સ તો ઘણા બધા મળશે જ મળશે પણ જીનિયસ, ઓરિજિનલ વાર્તાકાર-ડિરેક્ટર વગેરે જેવા વિશેષણથી નવાજવામાં આવી રહ્યા છે. જે એમણે અને આખી ટીમે કરેલી મહેનત માટે યોગ્ય જ છે. ફિલ્મ મેકિંગની નવી વ્યાખ્યા બની આખરે ટિકિટબારી પર સફળ થાય એ જ જો જીતા વહી સિકંદર પછી એને પ્રોપેગન્ડા, હાયપર નેશનાલિસ્ટ ફિલ્મ વગેરે કહેવાવાળા ટીકા ટિપ્પણી કર્યા કરે. કલ્ટ ફિલ્મની કેટેગરીમાં આવી ગયેલી ધૂરંધર બોલિવૂડ માટે ફિલ્મ મેકિંગની એક નવી વ્યાખ્યા સફળતાપૂર્વક લઇને આવી છે એ વાતનો ઇન્કાર કોઇ કરી શકે એમ નથી! અને આવી કલ્ટ મૂવી બોલિવૂડ અને વિશ્વને આપનાર આદિત્ય ધરની આ ફિલ્મ ધૂરંધર ઘણાને ઓરિજિનલ લાગી પણ વૈશ્વિક સિનેમા જોવાના રસિયાઓએ પકડી પાડ્યું હશે કે આ એક અંગ્રેજીમાં નોન લીનિયર સ્ટોરી ટેલિંગ તરીકે ઓળખાતી વાર્તા કહેવાની રીતથી પ્રભાવિત ફિલ્મ છે. આ નોન લિનીઅર સ્ટોરી ટેલિંગના માસ્ટર છે જીવતે જીવ દંતકથા સમાન બનેલા જીનિયસ હોલિવૂડ દિગ્દર્શક, સર્જક ક્વિન્ટન ટેરેન્ટિનો. ક્વિન્ટન ટેરેન્ટિનોએ નવો જ ચીલો ચાતર્યો ક્વિન્ટન ટેરેન્ટિનો જે બધા વિશેષણો પ્રતિભાશાળી લોકો માટે વપરાય છે એનાથી પર છે અને એમના વિશે વાત કરવા એક લેખ નહીં પણ લેખની સિરીઝ જોઇએ પણ આજે એમની નોન લિનીઅર સ્ટોરી ટેલિંગની વ્યાખ્યા આપનાર, વિશ્વભરની ફિલ્મ મેકિંગમાં નવો ચીલો ચાતરનાર, ફિલ્મો જેવી કે રિઝર્વાર ડોગ, પલ્પ ફિક્શન, કિલ બિલ, ઇન્ગ્લોરિયાસ બાસ્ટર્ડ અને જાંગો અનચેઇન્ડ જેવી ફિલ્મોની વાત કરવી છે. વાતને અસરકારક રીતે રજૂ કરવા જુદી-જુદી પદ્ધતિ આગળ ઉલ્લેખ કર્યો એમ ટેરેન્ટિનોની ફિલ્મોમાં સૌથી મહત્વપૂર્ણ વિશેષતા નોન લીનિયર સ્ટોરી ટેલિંગ છે. સાદી સરળ ભાષામાં આનો અર્થ થાય છે કે તેઓ વાર્તા સીધી શરૂઆતથી અંત સુધી નહીં પરંતુ તૂટેલા સમય ક્રમમાં રજૂ કરે છે અને આ વાત વધુ અસરકારક રીતે રજૂ કરવા સર્જકો ફ્લેશબેક, ફ્લેશ-ફોરવર્ડ અને ડ્રિમ સિક્વન્સનો ઉપયોગ કરે છે. ટેરેન્ટિનોની પલ્પ ફિક્શન આ શૈલી સમજવા માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે. જેમાં અનેક અલગ-અલગ કથાઓ એકબીજા સાથે જોડાયેલી છે. માટે જ ફિલ્મને ફક્ત મનોરંજન અને ટાઇમ પાસ માટે જોતાં સિનેમાના ચાહકોને આ રીત અપીલ ના કરી શકે. કારણ કે આ રીતથી કહેવાતી કથા સમજવા માટે ધ્યાનપૂર્વક ફિલ્મ જોવી પડે છે. કલ્પના સૃષ્ટિની કમાલ પહેલી જ ફિલ્મ રિઝર્વાર ડોગથી ફિલ્મ રસિયાઓ, સર્જકો, કલાકારોનું ધ્યાન ખેંચનાર ટેરેન્ટિનો આ મૂવી માટે પાછા કોઇ ઠહેરાવ વિના આવતા લાંબા લાંબા ડાયલોગ્સ, જે હાસ્ય, તણાવ, કરુણા અને જીવન વિશે ફિલોસોફી એક સાથે રજૂ કરે છે. ઉપરાંત ટેરેન્ટિનો ફક્ત વાર્તા નહીં પણ એ વાર્તા જેના દ્વારા કહેવામાં આવે એ અલગ અલગ પાત્રો સર્જવામાં પણ કમાલ કરી જાણે છે. ફિલ્મને ફક્ત અને ફક્ત મનોરંજનના માધ્યમ તરીકે જોનાર આથી જ જેટલી સરળતાથી કથા માટે નાયકનું પાત્ર રચી જાણે છે એટલી જ ખૂબીથી પ્રતિનાયક(વિલન) પણ સર્જી શકે છે. વળી ક્યારેક Django Unchained ફિલ્મમાં અમીટ છાપ છોડી જનાર એન્ટિ હીરો પણ એમની કલ્પના સૃષ્ટિમાંથી ફિલ્મના પડદે આવી ચડે છે. કિલ બિલઃ એક રિવેન્જ સ્ટોરી ટેરેન્ટિનો જેને એમની સર્જન માટે પ્રેરણામૂર્તિ માને છે એવી ભારતીય નામ ધરાવતી હોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ઉમા થર્મન અભિનીત Kill Bill: Volume 1-2. વિશ્વભરના દર્શકો જે સિનેમા અને એની સ્ટાઇલ જોઇને ગાંડા થઇ ગયા હતા એ કિલ બિલ આમ તો એક રિવેન્જ સ્ટોરી છે. ફિલ્મમાં મુખ્ય પાત્ર ઉમા થર્મન તેના પર થયેલા અન્યાયનો બદલો લેવા એક પછી એક દુશ્મનોને જે અંદાજમાં શોધે છે એ ફિલ્મની વિઝ્યુઅલ ઇફેક્ટ, રંગોનો ઉપયોગ, કેમેરા એંગલ, બેકગ્રાઉન્ડ સંગીત, લડાઇના સ્ટાઇલિશ અને એક એક લડાઇના દ્રશ્યો પર થિસીસ લખી શકાય એવી અદભૂત રીતે રચાય છે. આ ફિલ્મ દ્વારા ફક્ત ઉમા થર્મન જ નહીં પણ બધા પાત્રો, ઘટનાઓ, વાર્તા, વાર્તા કહેવાની ટેરેન્ટિનોની અનન્ય રીત ફક્ત કલ્ટ નહીં પણ ના ભૂતો ના ભવિષ્યતિ બની ગયા છે. ટેરેન્ટિનો પોતાની ફિલ્મમાં જૂના એમને પોતાને પ્રિય એવા ગીતો બેકગ્રાઉન્ડ સ્કોર તરીકે ઉપયોગ કરી ને સ્પેગેટી વેસ્ટર્ન, સામુરાઇ ફિલ્મો અને 70ના દાયકાની ફિલ્મોથી પ્રેરણા લઇને જે કલ્પના અને વાસ્તવિકતાનું વિશ્વ રચે છે એ એમના માટે એક જાતનું એ જે માધ્યમને દિલોજાનથી ચાહે છે એને આપેલું તર્પણ, શ્રદ્ધાંજલિ છે. જેમની ફિલ્મનો હેતુ તેમના દર્શકોને પોતાની નૈતિકતા અને જાત વિશે પ્રશ્ન ઉઠાવવા મજબૂર કરે છે પછી ભલેને વિવેચકો અને સિનેમા રસિયાઓએ વિભાજીત થઇને એના વિશે ચર્ચા કર્યા કરે! પોતાની કલા દ્વારા ચર્ચા ઊભી કરવામાં માહેર અને આપણા આદિત્ય ધર, રામ ગોપાલ વર્મા જેવાને પ્રેરણા આપનાર ધ ક્વિન્ટન ટેરેન્ટિનો પોતે એક કલ્ટ બની ગયા છે!
    Click here to Read More
    Previous Article
    ગમખ્વાર અકસ્માત સર્જાયો:બાઈકની ટક્કરથી પતિનું મોત પત્નીને ઈજા પહોંચી
    Next Article
    પાલનપુર પાલિકા ચૂંટણીનો ચિતાર:, સફાઈ, પાણી સહિત પાયાની સુવિધાઓને લઇને જનતાની ઉમેદવારો સામે નારાજગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment