Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરપકડ:સગીરા પર બળાત્કાર કરી મરવા મજબુર કરનાર ભાણગઢ ગામનો શખસ ઝડપાયો

    13 hours ago

    બોટાદ જિલ્લાના એક ગામે ખેતીની જમીન ભાગવી રાખી મજૂરી કામ કરતા આધેડની 14 વર્ષીય સગીરા વીસેક દિવસ પહેલા 29 માર્ચ 26ના વાડીએ પોતાના ઘરે એકલી હોય ત્યારે બાજુની વાડીમાં રહેતા ભાણગઢ ગામના શખ્સે સગીરા પર પરાણે બળજબરીથી બળાત્કાર કરેલ અને કોઈને કહેવાની ના પાડેલ હોય જેથી ઈજ્જત જવાની બીકે સગીરાએ કપાસમાં છાંટવાની દવા પીલેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જે કેસના આરોપીને બોટાદ ગ્રામ્ય પોલીસે ગણતરીની કલાકોમાં રોહી શાળા ગામેથી ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. બનાવની વિગત પ્રમાણે,બોટાદ જિલ્લાના એક ગામે ખેતીની જમીન ભાગવી રાખી મજૂરી કામ કરતા આધેડ ની 14 વર્ષીય સગીરા વીસેક દિવસ પહેલા પોતાના ઘરે એકલી હોય ત્યારે મહેશભાઈ જૈતાભાઈ ખાચરની વાડીએ મજૂરી કામ કરતા આરોપી પ્રતાપભાઇ ચંદુભાઇ રાઠોડ ઉવ-31 રહે, ભાણગઢે સગીરાની મરજી વિરુદ્ધ બળાત્કાર કરી મરવા મજબુર કરતા સગીરાએ ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન સગીરાનું મોત નિપજેલ. આ બનાવ અંગે સગીરાના પિતાએ રોહીશાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહીતા 2023ની કલમ- 65(1). 64(2)(આઇ). 108 તથા પોક્સો એક્ટની કલમ-3 (એ). 4(2) મુજબનો ગુન્હો દાખલ કરી રોહીશાળા પીઆઈ વી.એલ. સાકરીયાએ આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. તેમજ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ ગુલાબભાઈ જી, ખોડદા સહિતની પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીને પકડવા સતત પ્રયત્નશીલ રહી ટેકનીકલ સોર્સ તથા હ્યુમુન સોર્સની મદદથી આરોપી પ્રતાપભાઈ રાઠોડ ને રોહી શાળા ગામની સીમમાંથી પકડી પાડી બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:તાપી જિલ્લાનું સુકાન કોને? એ નક્કી કરશે 5.70 લાખ મતદારો
    Next Article
    અરજદારો હેરાન પરેશાન:ખેડા તાલુકા સેવા સદનમાં ઠંડા પાણીના કુલર બંધ હોવાથી અરજદારોને વલખા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment