Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરજદારો હેરાન પરેશાન:ખેડા તાલુકા સેવા સદનમાં ઠંડા પાણીના કુલર બંધ હોવાથી અરજદારોને વલખા

    14 hours ago

    ખેડા તાલુકા સેવા સદન કચેરીમાં મૂકવામાં આવેલા ઠંડા પાણીના કૂલરો છેલ્લા ઘણા સમયથી ધૂળ ખાઈ રહ્યા છે. ઠંડા પાણીના કુલરમાં પાણી આવી રહ્યું નથી, માત્ર કુલરો શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે. જેને લઇને હાલમાં કાળઝાળ ગરમીમાં પણ અરજદારોને ભારે હાલાકી વેઠવી પડે છે, જ્યારે સરકારી બાબુઓ માટે નિયમિત રીતે ઠંડા પાણીના જગ કચેરીમાં પહોંચાડવામાં આવે છે. વર્ષ 2021માં સરકાર દ્વારા 13 કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવેલા તાલુકા સેવા સદનમાં છેલ્લા ઘણા સમયથી કેટલીક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. હાલમાં ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં ઠંડા પાણીના કુલરો ધૂળ ખાઈ રહ્યા છે. જેમાં પીવાનું ઠંડુ પાણી ન આવતાં કચેરીમાં આવતા અરજદારોને પાણી માટે પણ વલખાં મારવા પડે છે. કચેરીમાં બે માળ સુધી ઠંડા પાણીના કુલરો મૂકવામાં આવ્યા છે, પણ એકપણ કુલર અત્યારે ચાલુ હાલતમાં નથી. કુલર ચાલું ન હોવાથી માત્ર કુલરની આગળ એક પાણીનો જગ મૂકવામાં આવે છે, જે જગનું પાણી બપોર સુધી પણ ચાલતું નથી અને બપોર પછી અરજદારોને પાણી પીવા માટે સરકારી કચેરીમાં અલગ અલગ જગ્યાએ ભટકવું પડે છે. બીજી તરફ કચેરીમાં સરકારી બાબુઓ માટે રોજ ઠંડા પાણીના જગ કચેરીમાં આવી જાય છે અને જો કોઇ અરજદાર કચેરીમાં જઇને પાણી માંગે તો પણ કર્મચારીઓ મોઢા બગાડે છે. ત્યારે કચેરીમાં આવતા સામાન્ય અરજદારોને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. ખેડા તાલુકા સેવાસદન કચેરીમાં ખેડા પ્રાંત કચેરી , મામલતદાર કચેરી, સીટી સર્વે સાથે કોર્ટનો પણ સમાવેશ થાય છે. આજુબાજુના ગામડામાંથી હજારોની સંખ્યામાં રોજ અરજદારો કચેરીમાં આવતા હોય છે.
    Click here to Read More
    Previous Article
    ધરપકડ:સગીરા પર બળાત્કાર કરી મરવા મજબુર કરનાર ભાણગઢ ગામનો શખસ ઝડપાયો
    Next Article
    વનવિભાગે 75 હજારનો દંડ વસૂલ્યો‎:ખિલાવડ પાસે સિંહ દર્શન કરવા ગયેલા યુવાનો પર કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment