Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:તાપી જિલ્લાનું સુકાન કોને? એ નક્કી કરશે 5.70 લાખ મતદારો

    11 hours ago

    તાપી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી હવે અંતિમ ચરણમાં પ્રવેશી છે. આગામી 26 એપ્રિલે જિલ્લામાં કુલ 26 જિલ્લા પંચાયત બેઠકો અને 134 તાલુકા પંચાયત બેઠકો માટે મતદાન યોજાશે. જિલ્લા ભરના કુલ 5,70,718 મતદારો લોકશાહીના પર્વમાં ભાગ લેશે. તાપી જિલ્લામાં મહિલા મતદારોની સંખ્યા પુરુષો કરતાં વધુ હોવું નોંધપાત્ર છે. કુલ 2,77,578 પુરુષો સામે 2,93,140 મહિલા મતદારો નોંધાયા છે, એટલે કે 15,562 વધુ મહિલા મતદારો મતદાન કરશે. તાલુકાવાર આંકડાઓ મુજબ વ્યારા તાલુકો 1,07,395 મતદારો સાથે મોખરે છે. ત્યારબાદ સોનગઢમાં 84,127, ઉચ્છલમાં 74,112 અને ડોલવણમાં 73,928 મતદારો નોંધાયા છે. ડોલવણ જિલ્લા પંચાયત બેઠકમાં સૌથી વધુ 27,702 મતદારો છે, જ્યારે વેલદા બેઠકમાં સૌથી ઓછા 17,743 મતદારો નોંધાયા છે. નિઝર તાલુકાની 11-સરવાળા બેઠક બિનહરિફ જાહેર થતાં અહીંના 3,513 મતદારોને મતદાન પ્રક્રિયામાંથી બહાર રાખવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:ખરવા મોવાસા રસીકરણમાં રાજ્યમાં કચ્છ પ્રથમ
    Next Article
    ધરપકડ:સગીરા પર બળાત્કાર કરી મરવા મજબુર કરનાર ભાણગઢ ગામનો શખસ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment