Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાગળ પર 38 આરોગ્ય કેન્દ્રો-હોસ્પિટલોના દાવા સામે તબીબી સારવાર શૂન્ય:ESICએ કચ્છના 1.50 લાખ કર્મચારીના પગારમાંથી બે માસમાં 18 કરોડ મેળવ્યા પણ આરોગ્ય સેવા રામભરોસે

    9 hours ago

    કચ્છ જિલ્લામાં 1 ઓક્ટોબરથી કર્મચારી રાજ્ય વીમા નિગમનો કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે, પરંતુ પૂરતી આરોગ્ય સુવિધાઓ ઊભી કર્યા વિના જ અમલવારી થોપી બેસાડાતાં જિલ્લાના અંદાજે 1,50,000 શ્રમિકો ભારે મુસીબતમાં મુકાયા છે. છેલ્લા 2 મહિનાથી શ્રમિકોના પગારમાંથી પ્રતિમાસ અંદાજે ₹120 (0.75% લેખે) ની કપાત શરૂ થઈ ગઈ છે. જેના હિસાબે બે માસમાં જ ESICએ કચ્છમાંથી 18 કરોડ રૂપિયા એકત્ર કરી દીધા બાદ પણ હજુ સુધી તબીબી સેવાઓ શરુ કરવામાં આવી નથી. બીજી તરફ, ESIC લાગુ થતાં જ ઔદ્યોગિક એકમો દ્વારા કર્મચારીઓને અપાતા ખાનગી મેડિક્લેમ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે અત્યારે કોઈ શ્રમિકને મેડિકલ ઈમરજન્સી ઊભી થાય તો સારવાર ક્યાં લેવી તે સૌથી મોટો સવાલ ઊભો થયો છે. ESICની અમલવારીની જાહેરાત કરવામાં આવી છે, પણ તે માટે યોગ્ય વ્યવસ્થાઓ અઢી માસ બાદ પણ નથી. કર્મચારીઓના પગારમાંથી રૂપિયા કપાઈ રહ્યા છે, તેની સામે સુવિધાના નામે શૂન્યાવકાશ છે. ESIC દ્વારા પ્રસ્તાવિત જાહેરાત મુજબ કચ્છની ફ્ક અને CHCમાં પણ આરોગ્ય સેવાઓ આપવાની જોગવાઈ કરવામાં આવી છે, આ અંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે દિવાળી પૂર્વે વર્કશોપ યોજાવાનો હતો, પરંતુ છેલ્લી ઘડીએ રદ થયો હતો. હવે આગામી સમયમાં ESIC દ્વારા વર્કશોપ યોજીને રોડમેપ નક્કી કરાશે. જોકે, ESIC ના પ્રાદેશિક ડાયરેક્ટર હેમંત પાંડેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાતા તેમનો ફોન રિસીવ થયો ન હતો. યોજનાના લાભો માત્ર દસ્તાવેજો પૂરતા સીમિત બન્યા આરોગ્ય સેવાના દાવા અને વાસ્તવિકતા 1.50 લાખ શ્રમિકોના નાણા કપાતનું ચિત્ર
    Click here to Read More
    Previous Article
    વીરપુરમાં જલારામ જયંતિએ મધરાતે ભવ્ય આતશબાજી કરાઈ:રંગબેરંગી રોશનીથી વીરપુર ઝળહળી ઊઠ્યું, 570 ફૂટની ઊંચાઈએથી ડ્રોનમાં કેદ થયો નજારો
    Next Article
    #DataViz: Where does India shut down the internet?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment