Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરેઠમાં ભાજપનો ભવ્ય વિજય થશે:પ્રદીપસિંહ જાડેજાનો વિશ્વાસ, વસ્ત્રાલ પાટીદાર સમાજે મતદાન માટે કર્યું આહ્વાન

    17 hours ago

    વસ્ત્રાલ મા પાટીદાર સમાજ દ્વારા મહાસંમેલન યોજાયું હતું. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, વસ્ત્રાલ પાટીદાર સમાજ દ્વારા ભાજપના ચારેય ઉમેદવારોના ભવ્ય વિજય માટે સમાજ એકત્રિત થયો છે. સમાજે વિશેષ અપીલ કરતાં જણાવ્યું છે કે, 26મી તારીખે યોજાનાર ચૂંટણીમાં એક પણ મતદાર મતદાન કર્યા વગર ન રહે અને મોટી સંખ્યામાં ભાજપ પક્ષના પક્ષમાં મતદાન થાય. વધુમાં તેઓએ કહ્યું કે, આવતીકાલે ઉમરેઠમાં મતદાન યોજાનાર છે અને તેઓ ઉમરેઠના નિરીક્ષક તરીકે કામગીરી કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ઘણા વર્ષોથી સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. ઉમરેઠમાં ભાજપનો વિજય અગાઉ કરતાં વધુ લીડ સાથે થશે તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોની પ્રશંસા કરતાં કહ્યું કે ગુજરાતને દેશનું નંબર વન રાજ્ય બનાવવા માટે અનેકવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. ઉમરેઠના સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અકાળે અવસાન બાદ, તેમની જગ્યાએ તેમના પુત્ર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારને ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે લોકો તેમને ભવ્ય બહુમતીથી વિજયી બનાવશે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડબલ એન્જિન સરકાર હેઠળ ઉમરેઠ અને ચરોતર વિસ્તારમાં વિકાસને નવી ગતિ મળશે એવી આશા વ્યક્ત કરી. તેમણે દાવો કર્યો કે, ઉમરેઠમાં ભાજપનો વિજય અગાઉ કરતાં વધુ લીડ સાથે થશે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં વાહન ગોલ્ડન-સિલ્વર નંબરની ઓનલાઈન હરાજી:દિવ્યાંગજનો પણ ભાગ લઈ શકશે, પ્રક્રિયા અને તારીખો જાહેર
    Next Article
    નવસારીમાં ભાજપ ઉમેદવારે ગાંધીજીના વેશધારી પાસેથી આશીર્વાદ મેળવ્યા:વોર્ડ-9માં પ્રચાર દરમિયાન તુષાર વ્યાસ બન્યા આકર્ષણનું કેન્દ્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment