Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં વાહન ગોલ્ડન-સિલ્વર નંબરની ઓનલાઈન હરાજી:દિવ્યાંગજનો પણ ભાગ લઈ શકશે, પ્રક્રિયા અને તારીખો જાહેર

    15 hours ago

    મહીસાગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટે ગોલ્ડન તથા સિલ્વર નંબર સીરીઝની ઓનલાઈન હરાજી શરૂ કરવામાં આવી છે. આ હરાજીમાં ટુ-વ્હીલર માટે GJ-35-BA અને GJ-35-BB સીરીઝ, જ્યારે ફોર-વ્હીલર માટે GJ-35-N અને GJ-35-AA સીરીઝના નંબરો ઉપલબ્ધ રહેશે. વાહન વ્યવહાર કમિશનર કચેરીના પત્ર મુજબ, દિવ્યાંગજન માલિકીના મોટર વાહન માલિકો પણ આ ઓક્શનમાં ભાગ લઈ શકશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 28 એપ્રિલ 2026ના રોજ સાંજે 04:00 કલાકથી શરૂ થઈ 30 એપ્રિલ 2026ના રોજ સાંજે 03:59 કલાક સુધી ચાલશે. ઈ-ઓક્શન 30 એપ્રિલ 2026થી શરૂ થઈ 02 મે 2026ના રોજ સાંજે 04:00 કલાક સુધી સમાપ્ત થશે. પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને http://parivahan.gov.in/fancy પર નોંધણી, યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મેળવી હરાજીમાં ભાગ લેવાનો રહેશે. આ માટે વાહન વ્યવહાર કમિશ્નરની કચેરીના પરિપત્ર ક્રમાંક આઈ.ટી/પસંદગીનંબર/ઓનલાઈન ઓક્શન/7421, તા.12/10/2017 માં દર્શાવેલ સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત છે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ, એ બેમાંથી જે વહેલું હોય તે તારીખથી 7 દિવસની અંદર www.parivahan.gov.in વેબસાઇટ પરથી CNA ફોર્મ ભરી લેવાનું રહેશે. આવી અરજી કર્યાની તારીખથી 60 દિવસ સુધી અમલી ગણાશે. જો 60 દિવસમાં અરજદારને પસંદગીનો નંબર નહીં મળે, તો રજીસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે, જેની સામે અરજદાર કોઈ વાંધો લઈ શકશે નહીં. ખાસ નોંધ લેવી કે, આ 60 દિવસની મર્યાદા અરજદારને વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. તે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની 30 દિવસની મર્યાદામાં વધારો કરતી નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા પછી વાહન અનરજીસ્ટર્ડ ગણાશે અને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. અરજદારે હરાજીની પ્રક્રિયા પૂરી થયાના 5 દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવાના રહેશે. જો અરજદાર આ નિયત મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશે, તો મૂળ ભરેલી રકમ (Base Price) જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે, જેમાં અરજદાર કોઈ વાંધો લઈ શકશે નહીં. ઓનલાઈન ઓક્શન દરમિયાન અરજદારે આર.બી.આઈ. દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારોને રિફંડ તેમના ખાતામાં SBI e-pay દ્વારા કચેરી દ્વારા પરત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    દમણમાં 'સ્કાયડેક' પ્રોજેક્ટના નામે છેતરપિંડી:3 સ્ટાર હોટલની લાલચ આપી રોકાણકારોના 1.07 કરોડ ઓળવી ગયા, બિલ્ડર પર પાસા અને ચેક રિટર્નના 35 કેસ
    Next Article
    ઉમરેઠમાં ભાજપનો ભવ્ય વિજય થશે:પ્રદીપસિંહ જાડેજાનો વિશ્વાસ, વસ્ત્રાલ પાટીદાર સમાજે મતદાન માટે કર્યું આહ્વાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment