Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણમાં 'સ્કાયડેક' પ્રોજેક્ટના નામે છેતરપિંડી:3 સ્ટાર હોટલની લાલચ આપી રોકાણકારોના 1.07 કરોડ ઓળવી ગયા, બિલ્ડર પર પાસા અને ચેક રિટર્નના 35 કેસ

    13 hours ago

    સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં બિલ્ડરોના નામે ચાલતી છેતરપિંડીની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. તાજેતરમાં સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા (Eco Cell) એ એક મોટી સફળતા મેળવતા શહેરના જાણીતા બિલ્ડર ભરત ભરવાની ઉર્ફે ભરત સિંધીની ધરપકડ કરી છે. આરોપીએ દમણ ખાતે લક્ઝુરિયસ હોટલ અને ફ્લેટ બનાવવાનું સપનું બતાવી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા. ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. દમણમાં 'સ્કાયડેક' પ્રોજેક્ટના નામે ખેલાયો છેતરપિંડીનો ખેલ આ સમગ્ર કૌભાંડની વિગત એવી છે કે, બિલ્ડર ભરત ભરવાની અને તેના સાથીદાર વિજય મહેતાએ મળીને દમણના કથીરીયા વિસ્તારમાં આવેલી સર્વે નંબર 77/1(4) અને 77/1(5) ની અંદાજે 639.72 ચોરસ મીટર જમીન પર 'સ્કાયડેક' નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આરોપીઓએ ફરિયાદી અને અન્ય સાક્ષીઓને વિશ્વાસમાં લીધા હતા કે, આ જમીન તેમની સ્વતંત્ર માલિકીની છે અને ત્યાં તેઓ 11 માળનું ભવ્ય હોટલ કોમ્પ્લેક્સ તેમજ 3-સ્ટાર હોટલ અને ફ્લેટ્સ બનાવી રહ્યા છે. આ આકર્ષક સ્કીમમાં રોકાણ કરવાના બહાને તેમણે લોકો પાસેથી કુલ 1,07,62,000/- (એક કરોડ સાત લાખ બાસઠ હજાર) રૂપિયા પડાવી લીધા હતા. અધૂરું બાંધકામ અને અન્યને વેચાણ આરોપીની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ ચાલાકીભરી હતી. રોકાણકારો પાસેથી લાખો રૂપિયા લીધા બાદ આરોપીઓએ સાઈટ પર ફ્લેટનું કામ અધૂરું મૂકી દીધું હતું. જ્યારે ફરિયાદીઓએ તેમના ફ્લેટ અથવા નાણાં પરત માંગ્યા, ત્યારે બિલ્ડરે ગલ્લાતલ્લા કરવા માંડ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે, જે ફ્લેટ્સ ફરિયાદીઓને ફાળવવાનું વચન અપાયું હતું, તે જ ફ્લેટ્સ આરોપીએ અન્ય લોકોને વેચાણ દસ્તાવેજથી વેચી દીધા હતા. લોકો પાસેથી મેળવેલી રકમનો ઉપયોગ બિલ્ડરે પોતાના અંગત વપરાશ અને મોજશોખ માટે કરી નાખ્યો હતો, જેનાથી રોકાણકારો રસ્તે રઝળી પડ્યા હતા. સીટીલાઈટનો બિલ્ડર ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં ખટોદરા પોલીસ સ્ટેશનમાં 21 એપ્રિલ, 2026ના રોજ નોંધાયેલા ગુના બાદ ઇકો સેલ હરકતમાં આવ્યું હતું. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી ભરતભાઈ ઉર્ફે ભરત સિંધી મોહનભાઈ ભારવાની (ઉ.વ. 52, રહે. એ/101 મોનાલીઝા પાર્ક, સીટી લાઈટ, સુરત) ને ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેના દ્વારા આચરવામાં આવેલા અન્ય કૌભાંડોની વિગતો મેળવવા માટે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીના 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. 6થી વધુ FIR અને 35 ચેક રિટર્ન કેસ ભરત સિંધી કોઈ નવો ગુનેગાર નથી, પરંતુ તે રીઢો છેતરપિંડી કરનાર હોવાનું પોલીસ રેકોર્ડ પરથી સાબિત થાય છે. તેની સામે અગાઉ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ત્રણ, અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં બે અને સચિન પોલીસ સ્ટેશનમાં એક મળી કુલ 6 જેટલા છેતરપિંડીના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત, તેની વિરુદ્ધ કોર્ટમાં 35 જેટલા ચેક રિટર્નના કેસો ચાલી રહ્યા છે. અગાઉ તેની સામે 'પાસા' (PASA) હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી, તેમ છતાં તેની ગુનાહિત પ્રવૃત્તિઓ અટકી ન હતી.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં IRS અધિકારીની દીકરી સાથે બળાત્કાર-હત્યા:મોબાઇલ ચાર્જરના વાયરથી ગળું દબાવ્યું; આરોપી પૂર્વ નોકરની ધરપકડ, હોટલમાં છુપાયો હતો
    Next Article
    મહીસાગરમાં વાહન ગોલ્ડન-સિલ્વર નંબરની ઓનલાઈન હરાજી:દિવ્યાંગજનો પણ ભાગ લઈ શકશે, પ્રક્રિયા અને તારીખો જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment