Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં IRS અધિકારીની દીકરી સાથે બળાત્કાર-હત્યા:મોબાઇલ ચાર્જરના વાયરથી ગળું દબાવ્યું; આરોપી પૂર્વ નોકરની ધરપકડ, હોટલમાં છુપાયો હતો

    20 hours ago

    દિલ્હીના કૈલાશ હિલ્સ વિસ્તારમાં બુધવારે સવારે એક સિનિયર IRS અધિકારીના ઘરમાં તેમની 22 વર્ષની દીકરી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે લગભગ 6 વાગ્યે બની હતી જ્યારે યુવતી ઘરમાં એકલી હતી. IRS અધિકારી અને તેમની પત્ની રોજની જેમ જીમ ગયા હતા. પાછા ફર્યા ત્યારે દીકરીનો મૃતદેહ રૂમમાં મળ્યો. તે UPSCની તૈયારી કરી રહી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેની સાથે પહેલા બળાત્કાર કરવામાં આવ્યો હતો. પછી મોબાઈલ ફોનના ચાર્જિંગ કેબલથી ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં 19 વર્ષનો રાહુલ મીણા મુખ્ય શંકાસ્પદ છે. તે IRS અધિકારીના ઘરમાં આઠ મહિના સુધી નોકર હતો. તેને લગભગ એક મહિના પહેલા રોજિંદા ખર્ચાઓમાં ગડબડીના આરોપમાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. પીડિતાના ચહેરા અને માથા પર પણ ગંભીર ઇજાઓ સૂત્રો અનુસાર, મીણાને પરિવારની દિનચર્યાની સંપૂર્ણ જાણકારી હતી. તેને એ પણ ખબર હતી કે યુવતીના માતા-પિતા ક્યારે વોક કે જીમ માટે ઘરેથી નીકળે છે. કહેવાય છે કે આરોપી સવારે લગભગ 6 વાગ્યે ઘરમાં ઘૂસ્યો, યુવતી પર હુમલો કર્યો અને તેની સાથે બળાત્કાર કર્યો. આ દરમિયાન તેણે લાકડી વડે પણ હુમલો કર્યો, જેના કારણે પીડિતાના ચહેરા અને માથા પર ગંભીર ઇજાઓ થઈ. આ પછી તેણે મોબાઈલ ચાર્જિંગ કેબલ વડે તેનું ગળું દબાવી દીધું અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. પોલીસે જણાવ્યું કે આરોપીને પકડવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે. પોલીસે કાર ક્લીનર અને હાલના નોકરને અટકાયતમાં લીધા પોલીસે અત્યાર સુધીમાં એક કાર ક્લીનર અને ઘરમાં કામ કરતા અન્ય એક નોકરને પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે. ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસે કેસ નોંધી લીધો છે અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કર્યા છે. આસપાસના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે જેમનો આરોપી સાથે સંપર્ક હોઈ શકે છે. 2 દિવસ પહેલા કાર પાર્કિંગ બાબતે બિઝનેસમેનની હત્યા થઈ હતી દિલ્હીમાં બે દિવસ પહેલા સોમવારે કાર પાર્કિંગ વિવાદમાં 34 વર્ષીય કાપડ વેપારી પંકજ નૈયરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મુખ્ય આરોપી ગૌરવ શર્મા (42)નો સાવકો દીકરો પણ સામેલ છે. ગૌરવ અને મૃતક બંને વચ્ચે પ્રીત વિહાર વિસ્તારમાં પોતાના ઘરની બહાર ટોયોટા ફોર્ચ્યુનર અને BMW કાર પાર્ક કરવાને લઈને વિવાદ થયો હતો. વિવાદમાં એક તરફ પંકજ અને તેના ભાઈ પારસ નૈયર અને બીજી તરફ ગૌરવ, તેના સાથીઓ સામેલ હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ગૌરવ શર્માએ ફાયરિંગ કર્યું હતું. તેને ઘટનાના તરત જ બાદ ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ટીમે મંગળવારે સવારે તેના સહયોગીઓ સુનીલ શર્મા (41) અને તેના સાવકા દીકરા સિદ્ધાર્થની ધરપકડ કરી.
    Click here to Read More
    Previous Article
    160 રનના ચેઝમાં લખનઉની ખરાબ બેટિંગ:100 રનમાં ટીમે 5 વિકેટ ગુમાવી દીધી; જાડેજા-રવિ બિશ્નોઈએ બેટર્સને આઉટ કર્યા
    Next Article
    દમણમાં 'સ્કાયડેક' પ્રોજેક્ટના નામે છેતરપિંડી:3 સ્ટાર હોટલની લાલચ આપી રોકાણકારોના 1.07 કરોડ ઓળવી ગયા, બિલ્ડર પર પાસા અને ચેક રિટર્નના 35 કેસ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment