Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ નેતાઓની મગફળી-તુવેર ખરીદીમાં ગોલમાલની ચોંકાવનારી કબૂલાત:​ટેકાના ભાવે નબળો માલ જોખાયો હોવાનો મંત્રી અને પૂર્વ ઉપપ્રમુખનો સ્વીકાર, તંત્રની પારદર્શકતા સામે ઉઠ્યા ગંભીર સવાલ

    13 hours ago

    ​જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે મતદારોને રીઝવવાના પ્રયાસમાં સરકારના મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ જાહેર મંચ પરથી એક એવી વાસ્તવિકતા સ્વીકારી છે, જેનાથી ખેતીવાડી ઉત્પન્ન બજાર અને સરકારી ખરીદી પ્રક્રિયામાં ચાલતી ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે. જૂનાગઢના ધંધુસર ખાતે આયોજિત વિજય વિશ્વાસ સંમેલનમાં રાજ્ય સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયાએ ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું કે, આ વર્ષે સરકારી ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગુણવત્તાના ધોરણોને બાજુ પર મૂકીને ખેડૂતોની નબળી ગુણવત્તાની મગફળી પણ ખરીદી લેવામાં આવી છે. સરકારે અધિકારીઓની વાત માન્યા વગર 100 ટકા નુકસાની ગણીને વળતર આપ્યું મંત્રીના આ નિવેદને રાજકીય આલમમાં ખળભળાટ મચાવી દીધો છે કારણ કે, આડકતરી રીતે તે સરકારી તિજોરી પર બોજ અને ખરીદી પ્રક્રિયામાં થતી લાલિયાવાડીની કબૂલાત સમાન છે. મંત્રીએ મંચ પરથી જણાવ્યું હતું કે, આ વર્ષે ખેડૂતોને ભારે નુકસાની થઈ હતી જેના કારણે સરકારે અધિકારીઓની કોઈ પણ વાત માન્યા વગર 100 ટકા નુકસાની ગણીને વળતર આપ્યું છે. ​તમે ચિંતા ન કરો અમે તે નબળી મગફળીના પૈસા તમારી પાસે પાછા લેવા નથી આવ્યા અર્જુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, ખેડૂતો પાસે બે પ્રકારની મગફળી હતી જેમાં એક સારી ગુણવત્તાની અને બીજી વરસાદને કારણે ડેમેજ થયેલી હતી. બજારમાં સારી મગફળીના ભાવ જ્યારે 800 થી 900 રૂપિયા હતા ત્યારે ખેડૂતો પોતાની નબળી મગફળી ટેકાના ભાવે સરકારી કેન્દ્રો પર વેચી આવ્યા છે. મંત્રીએ હળવા અંદાજમાં મતદારોને ખાતરી આપતા કહ્યું હતું કે તમે ચિંતા ન કરો અમે તે નબળી મગફળીના પૈસા તમારી પાસે પાછા લેવા નથી આવ્યા. જોકે, તેમણે સાવચેત પણ કર્યા હતા કે આવું માત્ર આ વર્ષે જ થયું છે કારણ કે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું પરંતુ, દરેક વર્ષે આ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.વળી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મતદારોને ટકોર કરતા એ પણ કહી દીધું કે દરેક વખતે નહીં થાય, આ વર્ષે થયું કારણ કે નુકસાની થઈ હતી એટલે. વળી આવું પાછું એમ કે આવતા વર્ષે થશે અને અરવિંદભાઈને તમે પાછા હેરાન ન કરતા મંત્રીએ પોતાના વક્તવ્યમાં અરવિંદભાઈ લાડાણીને નરેન્દ્ર મોદીના સાઢુભાઈ ગણાવતા બંને લોક સેવક હોવાનો ઉલ્લેખ કરી સમર્થન આપવા અપીલ કરી હતી ત્યારે મંત્રીના આ વક્તવ્યથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ચૂંટણી જીતવા માટે અને ખેડૂતોની નારાજગી દૂર કરવા માટે સરકારી નીતિ-નિયમોમાં બાંધછોડ કરવામાં આવી છે, જે લાંબા ગાળે સરકારી વ્યવસ્થા સામે પ્રશ્નાર્થો ઊભા કરે છે. સરકારી ખરીદીના કેન્દ્રો પર રાજકીય વગનો ઉપયોગ કરીને ગુણવત્તાના નિયમો નેવે મૂકાયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માત્ર મંત્રી જ નહીં પરંતુ જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિપુલ કાવાણીએ પણ પોતાના પ્રચાર દરમિયાન આવી જ આશ્ચર્યજનક કબૂલાત કરી છે. વિપુલ કાવાણીના પત્ની હાલ જિલ્લા પંચાયતની કાલસારી બેઠક પરથી ઉમેદવાર છે અને તેઓ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં સભા સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે ખેડૂતોનો વિશ્વાસ જીતવા માટે જણાવ્યું હતું કે, જ્યારે તુવેરની ખરીદી ચાલતી હતી ત્યારે ઘણા ખેડૂતોના ફોન આવ્યા હતા કે માલ નબળો છે. કાવાણીએ મિશાલ આપતા કહ્યું કે, તેમણે ક્યારેય કોઈ પણ ખેડૂતનું ટ્રેક્ટર પાછું નથી જવા દીધું અને નબળો માલ હોવા છતાં પણ તેની ખરીદી કરી લેવામાં આવી છે. આ નિવેદન સ્પષ્ટપણે સૂચવે છે કે, સરકારી ખરીદીના કેન્દ્રો પર રાજકીય વગનો ઉપયોગ કરીને ગુણવત્તાના નિયમો નેવે મૂકવામાં આવે છે. તેમણે પોતાની દસ વર્ષની કામગીરીના વખાણ કરતા એમ પણ કહ્યું કે, તેઓ છેવાડાના માણસના કામ માટે હંમેશા હાજર રહ્યા છે અને કોઈ પણ અધિકારી પાસે ખોટી રીતે પૈસા લેવા દીધા નથી. જાહેર મંચ પરથી ગોલમાલની કબૂલાત કરવામાં આવી ​જૂનાગઢમાં ભાજપના આ બંને નેતાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિપક્ષ અને સામાન્ય જનતામાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે 15,000 કરોડની મગફળીની ખરીદી કરવામાં આવી છે અને 11,500 કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં નુકસાની પેટે જમા કરાયા છે. જોકે, આ આંકડાકીય માયાજાળ અને નબળા માલની ખરીદી વચ્ચેનો જે તાલમેલ બેસાડવામાં આવ્યો છે તે ક્યાંક ને ક્યાંક સરકારી સિસ્ટમની નિષ્ફળતા અને ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધે છે. નેતાઓ દ્વારા મત મેળવવાની લ્હાયમાં જે રીતે જાહેર મંચ પરથી ગોલમાલની કબૂલાત કરવામાં આવી રહી છે..
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી ટાણે સુરજીપુરામાં બિરસા મુંડાની મૂર્તિ ખંડિત:નશામાં ધૂત નસવાડીના યુવકે મૂર્તિનું નાક તોડ્યું, પોલીસે ગુનો નોંધ્યો
    Next Article
    મુખ્યમંત્રીએ બોટાદમાં જાહેર સભા સંબોધી:રીંગ રોડ, મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલના કામ ઝડપી બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment