Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી ટાણે સુરજીપુરામાં બિરસા મુંડાની મૂર્તિ ખંડિત:નશામાં ધૂત નસવાડીના યુવકે મૂર્તિનું નાક તોડ્યું, પોલીસે ગુનો નોંધ્યો

    15 hours ago

    નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સુરજીપુરા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન ભગવાન બિરસા મુંડાની મૂર્તિ ખંડિત કરવામાં આવી છે. મૂર્તિના નાકનો ભાગ તોડી નાખવામાં આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ તિલકવાડા પોલીસની ટીમ તાત્કાલિક સુરજીપુરા ગામે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે એક સ્થાનિક યુવકે નશાની હાલતમાં આ કૃત્ય કર્યું હતું. તિલકવાડા પી.આઈ. એ.પી. સોલંકીએ જણાવ્યું કે, વધુ પૂછપરછમાં સુનિલભાઈ અશ્વિનભાઈ ભીલ (ઉંમર ૨૦, રહે. ઘોડીસિમેલ, તા. નસવાડી, જિ. છોટાઉદેપુર) નામના યુવકે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું. પોલીસે સ્વયં ફરિયાદી બનીને મૂર્તિ ખંડિત કરનાર સામે ગુનો નોંધ્યો છે. આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હિતેશસિંહ લાલસિંહ (બકલ નંબર ૪૫૦) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, સુનિલે સુરજીપુરા ગામે સ્થાપિત બિરસા મુંડાની મૂર્તિના નાકનો ભાગ તોડી આશરે રૂ. ૨૫,૦૦૦નું નુકસાન કર્યું હતું. આ ઉપરાંત, તે જાહેર રોડ પર વગર પાસ-પરમિટ દારૂ પીને નશાની હાલતમાં પકડાયો હતો. તિલકવાડા પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    160 રનના ચેઝમાં લખનઉની ખરાબ શરૂઆત:બદોની પહેલી જ ઓવરમાં રનઆઉટ થયો; બીજી ઓવરમાં કેપ્ટન પંત આઉટ; બન્ને બેટર્સ ઝીરોમાં પેવેલિયન પરત ફર્યા
    Next Article
    ભાજપ નેતાઓની મગફળી-તુવેર ખરીદીમાં ગોલમાલની ચોંકાવનારી કબૂલાત:​ટેકાના ભાવે નબળો માલ જોખાયો હોવાનો મંત્રી અને પૂર્વ ઉપપ્રમુખનો સ્વીકાર, તંત્રની પારદર્શકતા સામે ઉઠ્યા ગંભીર સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment