Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ પોલીસે અપહૃત બે બાળકોને બચાવ્યા:મધ્યપ્રદેશથી અપહરણ કરાયેલા બાળકો મુક્ત કરાયા

    3 days ago

    પંચમહાલ પોલીસે મધ્યપ્રદેશથી અપહરણ કરાયેલા બે માસૂમ બાળકોને ગણતરીના કલાકોમાં સુરક્ષિત મુક્ત કરાવ્યા છે. આ મામલે પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) અપહરણકર્તાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગત મુજબ, મધ્યપ્રદેશના કુક્ષી પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી ધર્મેન્દ્ર ચૌહાણના બે પુત્રો, 6 વર્ષીય અજય અને 4 વર્ષીય દીપકનું અપહરણ થયું હતું. એક અજાણ્યો ઈસમ તેમને મોટરસાયકલ પર નદીએ નવડાવવાના બહાને લઈ ગયો હતો. બાળકો મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારે ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે મધ્યપ્રદેશના કુક્ષી પોલીસ મથકે અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા LCB ને તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. LCB ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પંચમહાલ પોલીસે કુશળતાપૂર્વક અપહરણકર્તાને આંતરી લીધો અને બંને બાળકોને સુરક્ષિત રીતે તેના કબજામાંથી મુક્ત કરાવ્યા. પોલીસે બંને માસૂમ બાળકોનો કબજો મેળવી તેમના પિતાને સોંપ્યા હતા. પંચમહાલ પોલીસની આ ત્વરિત અને કુશળ કામગીરીને કારણે બાળકો સુરક્ષિત રીતે પરિવાર પાસે પરત ફરી શક્યા.
    Click here to Read More
    Previous Article
    સોલંકી પરિવારે હરિભક્તોના 2.05 કરોડ ઓહિયા કર્યા:પ્રસાદી વહેંચી વિશ્વાસ જીત્યો અને પછી લાખોનું રોકાણ કરાવી ઓફિસને તાળા મારી પિતા સંતાનો સાથે ફરાર, બેની ધરપકડ
    Next Article
    વેરાવળ ભાજપમાં પૂર્વ પ્રમુખનો સ્ફોટક ખુલાસો:શીર્ષ નેતૃત્વને અંધારામાં રાખી સ્થાનિક સ્તરે ગેરરીતિ, પક્ષવિરોધીને ટિકિટ, સક્રિય કાર્યકરોને અવગણના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment