Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ ભાજપમાં પૂર્વ પ્રમુખનો સ્ફોટક ખુલાસો:શીર્ષ નેતૃત્વને અંધારામાં રાખી સ્થાનિક સ્તરે ગેરરીતિ, પક્ષવિરોધીને ટિકિટ, સક્રિય કાર્યકરોને અવગણના

    2 days ago

    વેરાવળ નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિસ્ફોટ સામે આવ્યો છે. પાલિકાના પૂર્વ પ્રમુખ પિયુષ ફોફંડી દ્વારા જાહેર કરાયેલા સ્ફોટક વીડિયો પછી પાર્ટીમાં રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. વર્ષો સુધી પાર્ટી માટે ખપનાર સક્રિય કાર્યકરોને બાજુએ મૂકી પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા લોકોને ટિકિટ આપવાના ગંભીર આક્ષેપો સાથે ફોફંડીએ ખુલ્લેઆમ પક્ષની અંદરની “ટિકિટ રમત”ને બેનકાબ કરી છે. ફોફંડીના વર્જન મુજબ, વોર્ડ નંબર 1માં જેને ભાજપે ઉમેદવાર બનાવ્યો છે તે વ્યક્તિ છેલ્લા દાયકાથી ભાજપના વિરોધમાં કાર્યરત રહી ચૂક્યો છે. વિધાનસભા અને નગરપાલિકા બંને ચૂંટણીમાં ભાજપ સામે જંગ લડનાર અને કોંગ્રેસી માનસિકતા ધરાવતા વ્યક્તિને ટિકિટ આપવી એ “પાર્ટી પ્રત્યે વફાદાર કાર્યકરોનો અપમાન” હોવાનું તેમણે કહ્યું છે. તેમણે વીડિયોમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “જે કાર્યકરો વર્ષો સુધી ભાજપ માટે ખુરશીઓ ઉઠાવે છે, પાથરણાં પાથરે છે, ઘર-ઘર જઈ ઝંડા લગાવે છે, તેવા કાર્યકરોને અવગણીને એવા લોકોને ઉમેદવારી અપાઈ છે કે જેમણે ભાજપ કેવી રીતે હારે તે માટે પ્રયત્નો કર્યા છે.” ફોફંડીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે સમગ્ર પ્રક્રિયામાં શીર્ષ નેતૃત્વને પણ અંધારામાં રાખવામાં આવ્યું છે. “રાજ્યના અગ્રણીઓ સુધી સાચી માહિતી પહોંચી નથી. સ્થાનિક કક્ષાએ જ ટિકિટ ફાળવણીમાં ગેરરીતિ થઈ છે,” એમ તેમણે જણાવ્યું. ચર્ચાનો વિષય બનેલો બીજો મુદ્દો એ છે કે સમગ્ર ગુજરાતમાં ઉમેદવારોની યાદી કેન્દ્રિય સ્તરે જાહેર થઈ હોવા છતાં વેરાવળ નગરપાલિકાની યાદી ફોર્મ ભરવાના અંતિમ દિવસે મોડી રાત્રે જાહેર થઈ. આ વિલંબને લઈને પણ “અંદરખાને કોઈ મોટો ખેલ રમાયો હોવાનો”શંકા વધુ ગાઢ બની છે. ફોફંડીના આ સ્ફોટક વીડિયોથી ભાજપના આંતરિક મતભેદો હવે ખુલ્લેઆમ સપાટી પર આવી ગયા છે. સ્થાનિક સ્તરે કાર્યકરોમાં અસંતોષ ઉગ્ર બન્યો છે અને ચૂંટણી પહેલા જ સંગઠન માટે આ મોટો પડકાર ઉભો થયો છે. બીજી તરફ આ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમારનો સંપર્ક કરતા આ મુદ્દે તેમની પ્રતિક્રિયા આપવા નું ટાળી મંડળ પ્રમુખ એટલે કે શહેર પ્રમુખ ની પ્રતિક્રિયા લેવા જણાવ્યું હતું,મંડલ પ્રમુખ શૈલેષ મેસવાણીયાનો સંપર્ક કરતાં તેણે પણ આ મુદ્દે કોઈ સ્પષ્ટતા ના કરી અમે પિયુષ ફોફંડી જોડે વાત કરી પછી આપને જણાવશું તેમ જણાવ્યું હતું. જો કે,આ બધાની વચ્ચે ફોફંડીએ પાર્ટી પ્રત્યે પોતાની વફાદારી જાળવી રાખતાં અંતે ભાજપના તમામ ઉમેદવારોને જીતાડવાની અપીલ પણ કરી છે. “પાર્ટી મોટી છે, વ્યક્તિ નહીં,”એવો સંદેશ આપતા તેમણે કાર્યકરોને એકતા જાળવવા અનુરોધ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ પોલીસે અપહૃત બે બાળકોને બચાવ્યા:મધ્યપ્રદેશથી અપહરણ કરાયેલા બાળકો મુક્ત કરાયા
    Next Article
    David Dhawan reacts to trolls Varun Dhawan faced during Border 2: ‘Everything fell flat on its face’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment