Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલંકી પરિવારે હરિભક્તોના 2.05 કરોડ ઓહિયા કર્યા:પ્રસાદી વહેંચી વિશ્વાસ જીત્યો અને પછી લાખોનું રોકાણ કરાવી ઓફિસને તાળા મારી પિતા સંતાનો સાથે ફરાર, બેની ધરપકડ

    4 days ago

    સુરતના મોટા વરાછા વિસ્તારમાં રોકાણના નામે છેતરપિંડીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના શાંત ગણાતા ડભોલી અને મોટા વરાછા વિસ્તારમાં એપીક ઇનોવેશન LLP નામની પેઢી ખોલીને ભોળા રોકાણકારોને લૂંટવાનું વ્યવસ્થિત કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડની સૌથી મહત્વની બાબત એ છે કે, ઠગબાજોએ પોતાની જાળ બિછાવવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય અને મંદિરના પરિસરનો ઉપયોગ કર્યો હતો. ભક્તિના ઓઠા હેઠળ આર્થિક લાભ મેળવવાની લાલચ આપીને સ્વામિનારાયણ સંપ્રદાયના 14 જેટલા હરિભક્તોના અંદાજે 2.05 કરોડ સલવાઈ ગયા છે. આ મામલે ઇકો સેલે તપાસનો ધમધમાટ તેજ કરી પુત્ર જય અને પુત્રી જ્યોતિની ધરપકડ કરી લીધી છે. મંદિરમાં પ્રસાદી વહેંચી હરિભક્તોનો વિશ્વાસ જીત્યો છેતરપિંડીની આખી મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી છે. મૂળ ભાવનગરના ઉમરાળાના વતની અને હાલ કામરેજના પાસોદરા ખાતે રહેતા અશોક મુળજી સોલંકી, તેનો પુત્ર જય અને પુત્રી જ્યોતિ નિયમિતપણે ડભોલી સ્થિત સ્વામિનારાયણ મંદિરે જતા હતા. મંદિરમાં આવતા હરિભક્તો સાથે નિકટતા કેળવવા માટે આ પરિવાર અવારનવાર કાજુ-બદામની પ્રસાદી વહેંચતો હતો. આ દેખાડા પાછળનો મુખ્ય હેતુ હરિભક્તોમાં પોતાની પ્રતિષ્ઠા ઉભી કરવાનો અને તેમને આકર્ષિત કરવાનો હતો. ડભોલી સ્વામિનારાયણ નગરમાં રહેતા અને ઓનલાઈન કપડાનો વેપાર કરતા અનિલભાઈ બલર પણ આ પરિવારના સંપર્કમાં આવ્યા હતા. એપીક ઇનોવેશન LLP અને ફોરેક્સ ટ્રેડિંગની માયાજાળ માર્ચ-2024માં અશોક સોલંકી અને તેના પુત્ર જયે હરિભક્ત અનિલભાઈ સાથે રોકાણ અંગેની વાતચીત શરૂ કરી હતી. તેઓએ જણાવ્યું કે તેમની 'એપીક ઇનોવેશન LLP' નામની ભાગીદારી પેઢી છે જે ફોરેક્સ ટ્રેડિંગમાં મોટું કામકાજ કરે છે. હરિભક્તોને લલચાવવા માટે તેઓએ દર મહિને 4 થી 5 ટકા જેટલું ઊંચું અને ફિક્સ વળતર આપવાની સ્કીમ સમજાવી હતી. આજકાલના સમયમાં બેંકો કરતા અનેકગણું વળતર મળતું હોવાની વાત સાંભળીને અનેક લોકો આ માયાજાળમાં ફસાયા હતા. ભવ્ય ઉદ્ઘાટન બાદ ટુકડે-ટુકડે 35 લાખનું રોકાણ કરાવ્યું રોકાણકારોને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓએ મોટા વરાછાના લજામણી ચોક પાસે આવેલા મેરેડિયન બિઝનેસ સેન્ટરમાં એક આલીશાન ઓફિસ ભાડે રાખી હતી. આ ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે અનિલભાઈ સહિતના હરિભક્તોને બોલાવીને મોટો તમાશો કરવામાં આવ્યો હતો. અહીં જ તેમની મુલાકાત પેઢીના અન્ય એક ભાગીદાર ઋષિ પટેલ સાથે કરાવાઈ હતી. વિશ્વાસમાં આવી ગયેલા અનિલભાઈએ ટુકડે-ટુકડે કુલ 35 લાખનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ વળતર પેટે થોડી રકમ ચૂકવી હતી, પરંતુ મોટું રોકાણ આવી ગયા બાદ ખેલ બદલાયો હતો. 14 હરિભક્તોના 2.05 કરોડ સ્વાહા, યાદી લાંબી થઈ ઇકો સેલની તપાસમાં બહાર આવ્યું છે કે આ ઠગ ટોળકીએ માત્ર અનિલભાઈ જ નહીં, પરંતુ અન્ય 13 હરિભક્તોને પણ શિકાર બનાવ્યા હતા. જેમાં અશોક તેજાણી (10 લાખ), ઘનશ્યામ સુતરિયા (21.50 લાખ), ત્રિભુવન સેંજલિયા (21.40 લાખ) અને જિગ્નેશ પટેલ (36.63 લાખ) જેવા રોકાણકારોનો સમાવેશ થાય છે. આ રીતે કુલ 14 લોકો પાસેથી 2.05 કરોડ પડાવી લેવામાં આવ્યા હતા. જ્યારે રોકાણકારોએ પોતાની રકમ પરત માંગી ત્યારે આરોપીઓએ ઓફિસને તાળા મારી દીધા હતા અને પોતાના વતન ભાવનગર ભાગી ગયા હતા. દેવામાં ડૂબેલા પિતાએ ઝેર પીવાનો ઢોંગ કર્યો મુખ્ય આરોપી અશોક સોલંકી અગાઉથી જ આર્થિક સંકડામણમાં હોવાનું જાણવા મળ્યું છે. તેના પર અંદાજે 70-80 લાખનું દેવું હતું જે વ્યાજ સાથે વધીને 1.25 કરોડથી વધુ થઈ ગયું હતું. આ દેવું ચૂકવવા માટે તેણે ફોરેક્સ ટ્રેડિંગના નામે નવી છેતરપિંડી શરૂ કરી હતી. જ્યારે ભોગ બનનારા લોકોએ ઉઘરાણી માટે દબાણ કર્યું, ત્યારે અશોક સોલંકીએ ધરપકડથી બચવા અને લોકોની સહાનુભૂતિ મેળવવા માટે ઝેર પી લેવાનો નાટક પણ કર્યો હતો અને કામરેજની હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. પુત્ર અને પુત્રી જેલના સળિયા પાછળ આ મામલે ઉત્રાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ તપાસ ઇકો સેલને સોંપવામાં આવી હતી. ઇકો સેલના પીઆઇ ચૌહાણે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી કાર્યવાહી કરી હતી. પોલીસે સૌ પ્રથમ જય સોલંકી અને તેની બહેન જ્યોતિની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જોકે, પેઢીનો ભાગીદાર ઋષિ પટેલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. કૌભાંડનો આંકડો 40 કરોડ સુધી પહોંચવાની શક્યતા પોલીસની પ્રાથમિક તપાસમાં અત્યંત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. એવી ચર્ચા છે કે સોલંકી પરિવારે આ લોભામણી સ્કીમ આપીને અંદાજે 40થી 50 જેટલા લોકો પાસેથી 40 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ઓહિયા કરી છે. ભોગ બનનારાઓમાં અનેક વિધવા મહિલાઓ પણ હોવાનું જાણવા મળ્યું છે, જેમણે પોતાની જિંદગીની જમાપૂંજી ગુમાવી દીધી છે. પોલીસ હાલ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને વોન્ટેડ આરોપી ઋષિ પટેલને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    કડાણા પોલીસે ખોવાયેલા 6 મોબાઈલ પરત કર્યા:'તેરા તુજકો અર્પણ' અંતર્ગત ₹59,988નો મુદ્દામાલ સોંપાયો
    Next Article
    પંચમહાલ પોલીસે અપહૃત બે બાળકોને બચાવ્યા:મધ્યપ્રદેશથી અપહરણ કરાયેલા બાળકો મુક્ત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment