Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડાણા પોલીસે ખોવાયેલા 6 મોબાઈલ પરત કર્યા:'તેરા તુજકો અર્પણ' અંતર્ગત ₹59,988નો મુદ્દામાલ સોંપાયો

    5 days ago

    મહીસાગર જિલ્લાના કડાણા પોલીસે 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત ખોવાયેલા 6 મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ મોબાઈલ ફોનની કુલ કિંમત ₹59,988/- આંકવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા નાગરિકોની ખોવાયેલી અને ચોરી થયેલી ચીજવસ્તુઓ શોધીને પરત કરવા માટે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ ચલાવવામાં આવે છે. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન અને I/C નાયબ પોલીસ અધિક્ષક જી.એલ. ચૌધરી (સંતરામપુર વિભાગ) દ્વારા જિલ્લા પોલીસને CEIR પોર્ટલનો ઉપયોગ કરીને ગુમ થયેલા મોબાઈલ ફોન શોધવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, કડાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એલ. કામોળને ખોવાયેલા મોબાઈલ ફોન અંગેની અરજીઓ મળી હતી. તેમણે કોમ્પ્યુટર ઓપરેટરને CEIR પોર્ટલ પર મોબાઈલ ફોનની માહિતી અપલોડ કરવા નિર્દેશ આપ્યો હતો. ટેકનિકલ માધ્યમથી મોબાઈલ ફોન એક્ટિવ થતાં, સર્વેલન્સ ટીમના કર્મચારીઓએ ગણતરીના દિવસોમાં ગુમ થયેલા ફોન શોધી કાઢ્યા અને રિકવર કર્યા. આજે યોજાયેલા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમમાં કુલ 6 મોબાઈલ ફોન તેમના માલિકોને પરત કરવામાં આવ્યા. પરત કરાયેલા મોબાઈલ ફોનમાં અંબાલાલભાઈનો OPPO (₹14,999), પ્રદીપકુમારનો Vivo (₹7,990), ભુલાભાઈનો Realme (₹7,000), રામાભાઈનો Redmi (₹9,500), હિતેશભાઈનો Vivo (₹11,999) અને પર્વતભાઈનો Vivo (₹8,500) નો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં AIMIMની જાહેર સભામાં ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર:અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું- અમદાવાદમાં સ્લોટર હાઉસ બનવું જરૂરી, ભારતમાં મુસ્લિમની નેતાગીરી હોવી જોઈએ
    Next Article
    સોલંકી પરિવારે હરિભક્તોના 2.05 કરોડ ઓહિયા કર્યા:પ્રસાદી વહેંચી વિશ્વાસ જીત્યો અને પછી લાખોનું રોકાણ કરાવી ઓફિસને તાળા મારી પિતા સંતાનો સાથે ફરાર, બેની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment