Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ફિશ માર્કેટના નામ વિવાદમાં AIMIM સાંસદ ઓવૈસીની એન્ટ્રી:હૈદરાબાદની સભામાં કહ્યું-'આ લોકો માછલી ખાવાની ના પાડે છે, નામ નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ રાખે છે', રમઝાન માસમાં દારૂબંધીની માંગ

    1 day ago

    સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹ 3.90 કરોડના ખર્ચે નવનિર્મિત ફિશ માર્કેટનું કોઈપણ ઠરાવ વગર જ 'શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ' નામ આપવાનો વિવાદથી હવે રાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હૈદરાબાદમાં જાહેર સભાને સંબોધતા AIMIMના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર તીખો કટાક્ષ કર્યો હતો. ઓવૈસીએ કહ્યું કે, આ લોકો માછલી ખાવાની ના પાડે છે અને કરોડો રૂપિયાના ખર્ચે ફિશ માર્કેટ તૈયાર થાય તો તેનું નામ નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ રાખવામાં આવે છે. તેઓ ગલ નાખીને અમને પકડવા આવ્યા હતા અને પોતે જ પકડાઈ ગયા. ફિશ માર્કેટના નામ પર ઓવૈસીનો કટાક્ષ ઓવૈસીએ કહ્યું કે, 'કુદરતનો ખેલ તો જુઓ, સુરતમાં ₹3 કરોડ મોદી સરકારે આપ્યા અને ₹3 કરોડ ગુજરાત સરકારે આપ્યા. આમ ₹6 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી મત્સ્ય યોજના હેઠળ મચ્છી માર્કેટ બની ગઈ. આ હસવાની વાત નથી, સાચું છે કે માર્કેટવાળાઓએ તેનું નામ 'નરેન્દ્ર મોદી મચ્છી માર્કેટ' રાખી દીધું! વધુમાં આક્ષેપ કર્યો કે એક તરફ લોકોને ખાનપાન મુદ્દે રોકવામાં આવે છે અને બીજી તરફ પીએમ મોદીના નામે જ ફિશ માર્કેટનું નામકરણ કરવામાં આવી રહ્યું છે.' બીફ એક્સપોર્ટ પર સવાલ ઉઠાવ્યા ઓવૈસીએ લોકોની ખાણીપીણીની પસંદગી અંગે કહ્યું હતું કે, 'અરે હું માછલી ખાઉં છું, માંસ ખાઉં છું, કોઈ ડુક્કર ખાય છે તો કોઈ નથી ખાતું, તમને શું તકલીફ થાય છે ભાઈ? તમે ના ખાઓ પણ હું કેમ ના ખાઉં.' આ સાથે જ તેમણે નિકાસ નીતિ પર પ્રહાર કરતાં કહ્યું કે, આખી દુનિયામાં ભારતમાંથી સૌથી વધુ બીફ એક્સપોર્ટ થઈ રહ્યું છે અને ટપાટપ ડોલર આવી રહ્યા છે, જો માંસ-માછલી ખાવા પર રોક લગાવવી હોય તો બીફ એક્સપોર્ટ પણ બંધ કરવું જોઈએ. દારૂબંધી અને રમઝાન માસ અંગે માંગણી ભાષણના અંતે ઓવૈસીએ પવિત્ર રમઝાન માસનો ઉલ્લેખ કરીને સરકાર સમક્ષ દારૂની દુકાનો બંધ કરાવવાની માગણી મૂકી હતી. કટાક્ષમાં કહ્યું કે, "જો તમે માંસ-મટન પર રોક લગાવતા હોવ તો રમઝાનના 30 દિવસ અમારી પણ લાજ રાખી લો. જ્યાં દારૂ વેચાય છે તેવી તમામ દુકાનોને 30 દિવસ માટે બંધ કરાવો. જો પૂરા 30 દિવસ શક્ય ન હોય તો રમઝાનના છેલ્લા છેલ્લા 10 દિવસ પૂરતી તો બંધ કરાવો, પછી ભલે તમે ફરીથી શરૂ કરી દો."
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં રેલવે પુલ પર ઊંટ ફસાયું:ટ્રેક પર રેસ્ક્યૂ શરૂ, મુંબઈ-રાજકોટ સહિતની ટ્રેનો અટકાવાઈ
    Next Article
    રાજકોટમાં ડોમિનોઝના પિત્ઝામાંથી માખી નીકળી:સેટેલાઈટ ચોક પાસેની શોપનો વીડિયો વાઇરલ, ગ્રાહકે કહ્યું- માખી મેલ્ટ થઈ ગઈ છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment