Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં રેલવે પુલ પર ઊંટ ફસાયું:ટ્રેક પર રેસ્ક્યૂ શરૂ, મુંબઈ-રાજકોટ સહિતની ટ્રેનો અટકાવાઈ

    2 days ago

    પોરબંદર-વાંસજાળીયા રેલવે સેક્શન પર આવેલા બ્રોડગેજ પુલના પાટા વચ્ચે એક ઊંટ ફસાઈ જતાં રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ રેલવે અને બચાવ ટીમોએ ક્રેન સહિતના સાધનો વડે ઊંટને મુક્ત કરાવવા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાના પગલે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સહિતની અનેક ટ્રેનોને વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવામાં આવતા મુસાફરો અટવાયા હતા. રેલવે પુલના ટ્રેક પર ઊંટ ફસાયું પોરબંદર-વાંસજાળીયા સેક્શનમાં આવેલા બ્રોડગેજ પુલ પર એક ઊંટ અચાનક પાટાની વચ્ચે ફસાઈ ગયું હતું. આ ઘટનાને કારણે આ રૂટ પરનો રેલવે વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી થંભી ગયો હતો. બનાવ અંગે જાણ થતાં જ રેલવે તંત્ર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અનેક એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો અટવાઈ ટ્રેક પર ઊંટ ફસાવાના કારણે પોરબંદર-સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (મુંબઈ), પોરબંદર-રાજકોટ અને પોરબંદર-ભાવનગર ટ્રેન રોકી દેવાઈ હતી. આ રૂટ પરથી પસાર થતી તમામ પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોને વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવામાં આવી હતી. ટ્રેનો અટકાવાતા મુસાફરોને ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો. ક્રેન વડે બચાવ કામગીરી હાથ ધરાઈ પુલ પર ફસાયેલા ઊંટને સુરક્ષિત બહાર કાઢવા માટે ક્રેન અને બચાવ સાધનોની મદદ લેવામાં આવી હતી. રેલવે પ્રશાસને જણાવ્યું કે ઊંટનું રેસ્ક્યૂ પૂર્ણ થયા બાદ ટ્રેક ચકાસીને જ ટ્રેનો રવાના કરાશે. મુસાફરોની સુવિધા માટે તંત્ર દ્વારા પરિસ્થિતિ ઝડપથી સામાન્ય બનાવવા પ્રયાસો ચાલુ છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં પૂરથી બિહારમાં હાઈ એલર્ટ:યુપીમાં મહારાજગંજ અને કુશીનગરના ઘણા ગામો ખાલી કરાવાયા; એમપી-રાજસ્થાનમાં ભારે વરસાદની ચેતવણી
    Next Article
    સુરતમાં ફિશ માર્કેટના નામ વિવાદમાં AIMIM સાંસદ ઓવૈસીની એન્ટ્રી:હૈદરાબાદની સભામાં કહ્યું-'આ લોકો માછલી ખાવાની ના પાડે છે, નામ નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ રાખે છે', રમઝાન માસમાં દારૂબંધીની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment