Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ નેતાના બુલડોઝર સંબંધિત નિવેદનથી ભરૂચમાં રાજકીય ગરમાવો:ભાજપે સામાજિક વિભાજનનો પ્રયાસ ગણાવ્યો, આક્ષેપ-પ્રતિઆક્ષેપ તેજ

    11 hours ago

    ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના નેતા ઇસાક શેખ દ્વારા બુલડોઝર સંબંધિત અપાયેલા નિવેદનથી રાજકીય વિવાદ સર્જાયો છે. ગત રાત્રિએ એક પ્રચારસભામાં ઇસાક શેખે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં અંદાજે 80 લાખ મુસ્લિમ લોકો વસે છે. જો આ ચૂંટણીમાં આ તમામ લોકો મતદાન કરશે, તો તેમના ઘરો પર ક્યારેય બુલડોઝર નહીં આવે.” આ નિવેદન સામે ભાજપે સખત વાંધો ઉઠાવ્યો છે. ભાજપે આ નિવેદનને સામાજિક વિભાજન ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય મારૂતીસિંહ અટોદરિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “બુલડોઝર કોઈ ધર્મ કે સમાજને જોઈને નથી ફરતું, પરંતુ દેશ અને સમાજવિરોધી તત્વોની ગેરકાયદે મિલકતો સામે જ કાર્યવાહી થાય છે.” અટોદરિયાએ વધુમાં ઉમેર્યું કે, આવા નિવેદનો કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે અને લોકોમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ છે. આ ઘટનાને પગલે ભરૂચમાં રાજકીય વાતાવરણ વધુ તંગ બન્યું છે અને આગામી ચૂંટણીમાં આ મુદ્દો મુખ્ય ચર્ચાનો વિષય બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    પાલડીના વૃદ્ધા સાથે 26 કરોડની છેતરપિંડી:LIC અને IPOના નામે ઊંચા વળતરની લાલચ આપી, બનાવટી દસ્તાવેજો વાપરી રૂપિયા પડાવ્યા
    Next Article
    રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર:રાજકોટ ડિવિઝનથી ચાલતી ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ડાયવર્ટ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે ઇન્ટરસિટી ટ્રેનો રદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment