Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર:રાજકોટ ડિવિઝનથી ચાલતી ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ ડાયવર્ટ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે ઇન્ટરસિટી ટ્રેનો રદ

    11 hours ago

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી મહત્વની ટ્રેનોના શિડ્યુલમાં માળખાગત સુવિધાઓના વિકાસ અને ટેકનિકલ કામગીરીને પગલે ફેરફાર કરવામાં આવ્યા છે. 23 અને 24 એપ્રિલ દરમિયાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને નોન-ઇન્ટરલોકિંગ બ્લોકને કારણે જામનગર-વડોદરા ઇન્ટરસિટી ટ્રેન રદ રહેશે, જ્યારે ઓખા-ગુવાહાટી એક્સપ્રેસના રૂટમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. ઓખા-ગુવાહાટી એક્સપ્રેસના રૂટમાં ફેરફાર પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર ડિવિઝનમાં નેઉરા-જટ ડુમરી સેક્શનમાં ચાલતી ટેકનિકલ કામગીરીના કારણે આ નિર્ણય લેવાયો છે. ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ 24 એપ્રિલ, 2026ના રોજ ઓખાથી રવાના થતી આ ટ્રેન ડાયવર્ટ કરાયેલા માર્ગ પરથી દોડશે. આ ટ્રેન હવે પંડિત દીન દયાળ ઉપાધ્યાય જંક્શન–ગયા–જહાનાબાદ–પટના થઈને પસાર થશે. આ ટ્રેન તેના નિર્ધારિત સ્ટોપેજ બક્સર સ્ટેશન પર જશે નહીં. બુલેટ ટ્રેન કામગીરીને કારણે ઇન્ટરસિટી ટ્રેનો રદ અમદાવાદ-ગેરતપુર રેલખંડ પર હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ હેઠળ પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે લેવામાં આવેલા બ્લોકને કારણે નીચે મુજબની ટ્રેનો રદ રહેશે: મુસાફરો માટે સૂચના રાજકોટ ડિવિઝનના સત્તાવાળાઓએ મુસાફરોને મુસાફરી શરૂ કરતા પૂર્વે રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in અથવા NTES એપ પર નવીનતમ સમયપત્રક ચકાસી લેવા વિનંતી કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે આ કામગીરી અનિવાર્ય હોવાથી રેલવે પ્રશાસને જનતાના સહકારની અપેક્ષા વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ નેતાના બુલડોઝર સંબંધિત નિવેદનથી ભરૂચમાં રાજકીય ગરમાવો:ભાજપે સામાજિક વિભાજનનો પ્રયાસ ગણાવ્યો, આક્ષેપ-પ્રતિઆક્ષેપ તેજ
    Next Article
    IPL 2026 Live: LSG's Rs 27 Crore Star Suffers Blow On Nose, 5-Down RR Struggle

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment