Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલડીના વૃદ્ધા સાથે 26 કરોડની છેતરપિંડી:LIC અને IPOના નામે ઊંચા વળતરની લાલચ આપી, બનાવટી દસ્તાવેજો વાપરી રૂપિયા પડાવ્યા

    12 hours ago

    અમદાવાદમાં 'એમ.પી. ફિન કોર્પ સર્વિસીસ'ના માલિક મિહિર પટેલ અને તેના સાગરીતોએ રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી કુલ ₹26.83 કરોડની ઠગાઈ આચરી છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખા (EOW) એ બે અલગ-અલગ ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વૃદ્ધા સાથે ₹26.40 કરોડની વિશ્વાસઘાત અને નકલી દસ્તાવેજો મિહિર પટેલે પાલડીમાં રહેતા સોનલબેન પરીખના પરિવાર સાથેના સંબંધોનો ફાયદો ઉઠાવી, તેમની વૃદ્ધ માતાને રોકાણ કરવા માટે વિશ્વાસમાં લીધા હતા. ચેક અને ડ્રાફ્ટ દ્વારા કુલ ₹26.40 કરોડ મેળવી મિહિરે આ રકમ પોતાના સાગરીતોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી. શંકા ન જાય તે માટે આરોપીએ વૃદ્ધાને 'પ્રધાનમંત્રી વય વંદન યોજના' અને LICની નકલી કલર કોપી વાળી પોલિસીઓ તેમજ બેંકની ખોટી એન્ટ્રીવાળી પાસબુક પણ આપી હતી. લાંબા સમય સુધી નફો કે મુદ્દલ પરત ન મળતા સોનલબેને મિહિર અને તેના પરિવારના સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. IT એક્ઝિક્યુટિવ સાથે ₹43 લાખની ઠગાઈ નવરંગપુરાના જીગર શાહ નામના વ્યક્તિને મિહિર પટેલ અને તેના મિત્ર હેમરાજસિંહ દ્વારા LIC મ્યુચ્યુઅલ ફંડ અને IPOમાં રોકાણ કરવાથી દર મહિને ₹30 થી 35 હજારના નફાની લાલચ અપાઈ હતી. શરૂઆતમાં ડિવિડન્ડના નામે થોડી રકમ પરત આપીને રોકાણકારનો વિશ્વાસ જીત્યો હતો. જીગરભાઈએ LICની ઓફિસે તપાસ કરતા જાણવા મળ્યું કે તેમના નામે કોઈ રોકાણ થયું જ નથી. મિહિર અને હેમરાજસિંહે કુલ ₹43 લાખ હડપ કરી લીધા હતા. પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો આર્થિક ગુના નિવારણ શાખાએ બંને કિસ્સામાં મિહિર પટેલ, હેમરાજસિંહ અને તેમના મળતીયાઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. પોલીસે રોકાણકારોને સાવચેત રહેવા અને અધિકૃત એજન્સીઓ દ્વારા જ રોકાણ કરવાની અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાનની હાલત ખૂબ જ ખરાબ, ટૉપ-5 પેવેલિયન ભેગો થયો:મોહસિને વૈભવ પછી હેટમાયરને પણ આઉટ કર્યો, જયસ્વાલ, જુરેલ અને પરાગ પણ ચાલ્યા નહીં
    Next Article
    કોંગ્રેસ નેતાના બુલડોઝર સંબંધિત નિવેદનથી ભરૂચમાં રાજકીય ગરમાવો:ભાજપે સામાજિક વિભાજનનો પ્રયાસ ગણાવ્યો, આક્ષેપ-પ્રતિઆક્ષેપ તેજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment