Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણીના પડઘમ વચ્ચે સુરતના રસ્તા પર લંડન જેવો નજારો:પાલિકાની ચૂંટણી ગિયર, જનતાનો રોષ ઠારવા રસ્તા પર ઉતારી ડબલ ડેકર, સ્ટેશનથી કામરેજ સુધીનું ટ્રાયલ જોઈ સુરતીઓ ઘેલા થયા

    2 days ago

    સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો નજીક આવતા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરીજનોમાં પડતર પ્રશ્નોને લઈ ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને જનતાના મિજાજને પારખીને એક નવો જ પેંતરો અજમાવ્યો છે. વર્ષોથી જેની રાહ જોવાતી હતી તે ‘ડબલ ડેકર’ એસી ઈલેક્ટ્રિક બસનું ટ્રાયલ રન આજે સુરતના રાજમાર્ગો પર યોજાયું હતું. સ્ટેશનથી કામરેજ સુધી જ્યારે આ બે માળની બસ પસાર થઈ ત્યારે લોકોના મોઢા ખુલ્લા રહી ગયા હતા. વોટની ખેંચતાણ વચ્ચે લક્ઝરી સવારી શહેરના અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ અને અન્ય પ્રશ્નોને લઈ મતદાતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ નારાજગી આગામી ચૂંટણીમાં ભારે ન પડે તે માટે તંત્ર હરકતમાં આવ્યું હોય તેમ લાગે છે. ચૂંટણીની આચારસંહિતા પૂર્વે જ આ ટ્રાયલ રન યોજીને પાલિકાએ એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે સુરત ખરા અર્થમાં સ્માર્ટ સિટી બની રહ્યું છે. રસ્તા પર દોડતી આ બસ જાણે મતદારોને 'વિકાસ' બતાવી રહી હોય તેવો માહોલ સર્જાયો હતો. સ્ટેશનથી કામરેજ સુધીનું મેગા ટ્રાયલ સુરતની જનતા માટે સારા સમાચાર એ છે કે આગામી ડિસેમ્બર માસમાં શહેરને બે કાયમી ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસો મળી જશે. આજે GSRTC દ્વારા આ બસનું ટ્રાયલ લેવામાં આવ્યું હતું. ખાસ કરીને સ્ટેશનથી કોસાડ અને ત્યાંથી કામરેજ સુધીના રૂટ પર બસ દોડાવવામાં આવી હતી. એન્જિનિયરોની ટીમે બ્રિજની ઊંચાઈ, ટ્રાફિક નડતર અને વળાંકોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ ટ્રાયલના રિપોર્ટ બાદ ફાઈનલ રૂટ નક્કી કરાશે. ડુમ્મસ સી-ફેસ પર હવે 'રોયલ' સવારી સુરતનું નવું નઝરાણું એટલે 'ડુમ્મસ સી ફેસ'. આ પર્યટન સ્થળને ધ્યાનમાં રાખીને જ પાલિકાના ટ્રાફિક-BRTS પ્રોજેક્ટ સેલે આ બસો ખરીદવાની દરખાસ્ત મૂકી છે. બહારથી આવતા મુલાકાતીઓ અને સ્થાનિકો ડબલ ડેકર બસના ઉપરના માળે બેસીને સુરતનો નજારો માણી શકે તેવો પાલિકાનો પ્લાન છે. આ બસ મુસાફરી માટે નહીં પણ સુરતના શાનદાર અનુભવ માટે દોડાવવામાં આવશે તેવું લાગી રહ્યું છે. 10 વર્ષનો મેઈન્ટેનન્સ કોન્ટ્રાક્ટ પાલિકા દ્વારા જે ડબલ ડેકર બસો લાવવામાં આવનાર છે, તેની ખરીદી માટેની પ્રક્રિયા તેજ કરી દેવાઈ છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા જે સ્વીચ મોબીલીટી ઓટોમેટીવ લીમીટેડ, ચેન્નાઈને ઓર્ડર અપાયો છે, તે જ ભાવે સુરત પાલિકા પણ આ બસો ખરીદશે. આ સોદામાં 10 વર્ષનું કોમ્પ્રીહેન્સીવ મેઈન્ટેનન્સ અને ચાર્જિંગ સુવિધાનો પણ સમાવેશ થાય છે. આ અંગેની દરખાસ્ત હવે મંજૂરીના અંતિમ તબક્કે છે. રોડ પર કતારબદ્ધ ઉભા રહી લોકોએ લીધી સેલ્ફી જેવી ડબલ ડેકર બસ સુરતના રસ્તા પર નીકળી, લોકો કામધંધો છોડીને બસ જોવા ઉભા રહી ગયા હતા. ઘણા લોકોએ બસ સાથે સેલ્ફી લીધી તો ઘણાએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ખાસ કરીને યુવાનો અને બાળકોમાં આ બસને લઈને ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. બસની ભવ્યતા જોઈને લોકોમાં એવી ચર્ચા શરૂ થઈ હતી કે, 'ચૂંટણી જે હોય તે, પણ બસ તો જોરદાર છે!' 450 બસો બાદ વધુ 600નો ઓર્ડર સુરત શહેરમાં જાહેર પરિવહનની કાયાપલટ થઈ રહી છે. હાલમાં જ 450 ઈલેક્ટ્રિક બસો રસ્તા પર દોડી રહી છે, ત્યારે PM E-Drive સ્કીમ હેઠળ વધુ 600 ઈલેક્ટ્રિક બસો લાવવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ જંગી કાફલામાં જ્યારે ડબલ ડેકર બસ ઉમેરાશે ત્યારે સુરતનું પબ્લિક ટ્રાન્સપોર્ટ દેશભરમાં મોડેલ બનશે. ચૂંટણી પહેલા આ આંકડાઓ રજૂ કરીને પાલિકા પોતાની પીઠ થાબડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’માં ₹622 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ:ચૂંટણીમાં 1251 અતિસંવેદનશીલ અને 7166 સંવેદનશીલ મતદાન મથકો પર કડક બંદોબસ્ત
    Next Article
    સુરતમાં ઓનલાઇન ગેમનો ખતરનાક અંજામ:ફ્રી ફાયર પર મિત્રતા બાદ કેરળના હિશામ મુનીરે સુરતની યુવતીને ગર્ભવતી બનાવી, એબોર્શન કરવા દબાણ કરી તરછોડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment