Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’માં ₹622 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ:ચૂંટણીમાં 1251 અતિસંવેદનશીલ અને 7166 સંવેદનશીલ મતદાન મથકો પર કડક બંદોબસ્ત

    2 days ago

    રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર હાલ બેવડા મોરચે લડી રહ્યું છે. એક તરફ 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.0' દ્વારા સાયબર માફિયાઓ પર ત્રાટકીને કરોડોના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અભેદ્ય સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0થી ₹288 કરોડનું સાયબર નેટવર્ક ધ્વસ્ત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા સુરત, ભાવનગર, રાજકોટ અને ઉંઝામાં દરોડા પાડીને સાયબર ગુનાખોરીના મોટા નેટવર્કનો ખુલાસો કરવામાં આવ્યો છે. તાજેતરની રેઇડમાં 8 આરોપીઓ અને છેલ્લા એક મહિનામાં કુલ 40 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 1,039 ફરિયાદોના આધારે કુલ ₹622 કરોડથી વધુના ફ્રોડનો પર્દાફાશ થયો છે. જેમાં મ્યુલ એકાઉન્ટ્સ (ભાડે રાખેલા બેંક ખાતા) દ્વારા નાણાંની હેરફેર થતી હતી. વિસ્તાર મુજબ કાર્યવાહી આરોપીઓ ઠગાઈના નાણાં બેંક ખાતામાં મેળવી, તેને રોકડમાં ફેરવી આંગડિયા મારફતે હવાલા રૂપે સગેવગે કરવામાં આવતા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સુરક્ષા વ્યવસ્થાનો એક્શન પ્લાન ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે રાજ્ય પોલીસે વ્યાપક સુરક્ષા આયોજન કર્યું છે. 60,000 થી વધુ પોલીસ જવાનો, હોમગાર્ડ અને GRD જવાનો તૈનાત રહેશે. મતદાન મથકોનું વર્ગીકરણ ચૂંટણી પૂર્વે 1,000 થી વધુ તડીપાર, વોરન્ટી અને ભાગેડુ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. લાલચમાં બેંક ખાતાની વિગતો કે OTP કોઈને ન આપવો ડીજીપી ડો. કે. એલ. એન. રાવે સ્પષ્ટ જણાવ્યું છે કે, સાયબર ગેંગોને નાબૂદ કરવા અને ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ મક્કમ છે. સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, લાલચમાં આવીને પોતાના બેંક ખાતાની વિગતો કે OTP કોઈને ન આપવો. સાયબર ફ્રોડનો ભોગ બનો તો તાત્કાલિક હેલ્પલાઇનનો સંપર્ક કરવો. શાંતિપૂર્ણ અને નિર્ભય રીતે મતદાન પ્રક્રિયામાં સહકાર આપવો.
    Click here to Read More
    Previous Article
    મેમનગરના સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાં મોડી રાત્રે ખૂની ખેલ:સોસાયટીમાં જ રહેતા એન્જિનિયર યુવકે માથામાં દસ્તાના 3 ઘા મારી પતાવી દીધા, મૃતક માતા-બહેન સામે ચેનચાળા કરતો
    Next Article
    ચૂંટણીના પડઘમ વચ્ચે સુરતના રસ્તા પર લંડન જેવો નજારો:પાલિકાની ચૂંટણી ગિયર, જનતાનો રોષ ઠારવા રસ્તા પર ઉતારી ડબલ ડેકર, સ્ટેશનથી કામરેજ સુધીનું ટ્રાયલ જોઈ સુરતીઓ ઘેલા થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment