Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ઓનલાઇન ગેમનો ખતરનાક અંજામ:ફ્રી ફાયર પર મિત્રતા બાદ કેરળના હિશામ મુનીરે સુરતની યુવતીને ગર્ભવતી બનાવી, એબોર્શન કરવા દબાણ કરી તરછોડી

    9 hours ago

    ડિજિટલ યુગમાં ઓનલાઇન ગેમિંગના માધ્યમથી પાંગરતા પ્રેમમાં છેતરાવાની વધુ એક ઘટના સુરતના પુણા વિસ્તારમાં સામે આવી છે. 'ફ્રી ફાયર' ગેમ રમતા કેરળના એક 19 વર્ષીય વિધર્મી યુવકના સંપર્કમાં આવેલી યુવતીને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવ્યા બાદ યુવકે હાથ અધ્ધર કરી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ફ્રી ફાયર ગેમ અને સોશિયલ મીડિયાથી થઈ મિત્રતા મૂળ સુરતના પુણા વિસ્તારની અને અભ્યાસ અર્થે કેરળમાં રહેતી 19 વર્ષીય યુવતીને મોબાઈલમાં ગેમ રમવાનો શોખ હતો. અંદાજે એક વર્ષ પહેલા 'ફ્રી ફાયર' ગેમ રમતી વખતે તેની મુલાકાત 'એસ્ટ્રો' આઈડી ધરાવતા યુવક સાથે થઈ હતી. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર 'TENET-ASTRO' નામની આઈડીથી સંપર્ક વધારી યુવકે યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. લગ્નની લાલચ આપી દુષ્કર્મ અને દગાખોરી યુવતી જ્યારે કેરળમાં હતી, ત્યારે યુવકે તેને મળવા બોલાવી હોટલમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું. યુવકની ઓળખ હિશામ મુનીર અબ્દુલ મુનીર (રહે. પલ્કાડ, કેરળ) તરીકે થઈ હતી. તેણે લગ્નનું વચન આપી યુવતી સાથે પરાણે સંબંધ બાંધ્યા હતા. ફેબ્રુઆરી-2026 સુધી સંબંધો રહ્યા બાદ માર્ચ-2026માં યુવતી ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. હિશામ મુનીરે લગ્નનો ઇનકાર કરી યુવતી પર ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું. સુરત લાવીને યુવક ભાગી છૂટ્યો યુવતી લગ્ન માટે મક્કમ રહેતા ગત 7 એપ્રિલ 2026ના રોજ હિશામ તેને સુરત લઈ આવ્યો હતો. પુણાની યોગેશ્વર સોસાયટીમાં યુવતીના ઘરે થોડા દિવસ રહ્યા બાદ તે લગ્ન કરવાની ના પાડીને ભાગી છૂટ્યો હતો. અંતે છેતરાયેલી યુવતીએ માતા સાથે પુણા પોલીસ સ્ટેશન પહોંચી હિશામ મુનીર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણીના પડઘમ વચ્ચે સુરતના રસ્તા પર લંડન જેવો નજારો:પાલિકાની ચૂંટણી ગિયર, જનતાનો રોષ ઠારવા રસ્તા પર ઉતારી ડબલ ડેકર, સ્ટેશનથી કામરેજ સુધીનું ટ્રાયલ જોઈ સુરતીઓ ઘેલા થયા
    Next Article
    Best Smartphones in India Under Rs. 30,000: Vivo T5 Pro, Infinix Note Edge and More

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment