Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડોર-ટુ-ડોર વાનનું ચેક-અપ અભિયાન:માણસોનું નહીં પરંતુ ગાડીનું ચેકઅપ થયું, સફાઈથી લઇ એન્જિન ચેક સુધી સંપૂર્ણ સર્વિસિંગની તપાસ

    12 hours ago

    અમદાવાદ શહેરમાં સ્વચ્છતાની વ્યવસ્થાને વધુ સુદૃઢ અને કાર્યક્ષમ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શન માટે ઉપયોગમાં લેવાતી વાન વાહનોની નિયમિત દેખરેખ અને જાળવણી માટે 20 એપ્રિલ, 2026ના રોજ એક ખાસ પહેલ હાથ ધરવામાં આવી હતી. આ પહેલ અંતર્ગત વાહનોના “હેલ્થ ચેક-અપ” દ્વારા તેમની કામગીરી વધુ અસરકારક બને તે માટે પગલાં લેવામાં આવ્યા હતા. ડોર-ટુ-ડોર કલેક્શન માટે ઉપયોગમાં લેવાતી વાનોનું હેલ્થ ચેકઅપ કરાયું હતું આ અનુસંધાને આ અભિયાનની શરૂઆત AMCના સેન્ટ્રલ ઝોન (મધ્ય ઝોન) ખાતેથી કરવામાં આવી છે. જે આગામી સમયમાં શહેરના તમામ સાત ઝોનમાં કરવામાં આવશે. મધ્ય ઝોનમાં આવેલ વાન પાર્કિંગમાં ડોર-ટુ-ડોર કલેક્શન માટે ઉપયોગમાં લેવાતી વાનોનું હેલ્થ ચેક-અપ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં વાહનોની સંપૂર્ણ સફાઈ, રંગ-રોગાન, લુહારી કામ, ટાયરોમાં હવા ચેક, પીયુસી ચેક, એન્જિન ચેક, ઓઇલ ચેક, ફિલ્ટર ચેક સહિતની કામગીરીઓ સાથે માસિક સર્વિસિંગ કરવામાં આવ્યું હતું. તમામ ઝોનમાં વાહનોનું હેલ્થ ચેકઅપનું અભિયાન કાર્યરત ટેન્ડર સ્પેસિફિકેશનના આધારે ડોર-ટુ-ડોર કલેકશનની આ વાનોના સર્વિસિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સેન્ટ્રલ ઝોનમાં આવેલી કલેકશનના વાહનો કાર્યરત છે, જેનું હાલ હેલ્થ ચેક-અપ પૂર્ણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં શહેરના તમામ ઝોનના વાહનોનું હેલ્થ ચેક અપ કરી આ અભિયાનને કાર્યરત કરવામાં આવશે. આ પહેલ દ્વારા વાહનોની કાર્યક્ષમતા જાળવવામાં મદદ મળશે તેમજ શહેરમાં ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં સહાય મળશે.
    Click here to Read More
    Previous Article
    પ્રાકૃતિક ખેતીને ગુજરાતમાં નવી દિશા:જોર્ડનની MNG કંપની સાથે ગુજકોમાસોલનો MoU, ખેડૂતોને મળશે કુદરતી ખાતર
    Next Article
    રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર:રાજકોટ ડિવિઝન ખાતેથી ચાલતી ઓખા–ગુવાહાટી એક્સપ્રેસ ડાયવર્ટ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે ઇન્ટરસિટી ટ્રેનો રદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment