Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાકૃતિક ખેતીને ગુજરાતમાં નવી દિશા:જોર્ડનની MNG કંપની સાથે ગુજકોમાસોલનો MoU, ખેડૂતોને મળશે કુદરતી ખાતર

    14 hours ago

    ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજકોમાસોલ દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. કુદરતી ખનિજ તત્વોમાંથી બનેલા વિવિધ કુદરતી ખાતરો સહિતના પ્રોડક્ટ્સ હવે ગુજરાતના ખેડૂતોને ઉપલબ્ધ કરાવવા માટે જોર્ડનની પ્રખ્યાત મનસિર નેચરલ ગ્રીન (MNG) કંપની સાથે MoU કરવામાં આવ્યો છે. આ સાથે દેશભરમાં પ્રથમ વખત આ પ્રકારના પ્રોડક્ટ્સને વ્યાપક પ્રમાણમાં પહોંચાડવાનો માર્ગ મોકળો થયો છે. લેબોરેટરીમાં વિવિધ ઋતુઓમાં વૈજ્ઞાનિક ટ્રાયલ્સ કરવામાં આવ્યા હતા તા. 3-4-2025ના રોજ ગાંધીનગર ટાઉનહોલ ખાતે આયોજિત ખેડૂત સેમિનાર-સંમેલનમાં આ પ્રોડક્ટ્સનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કંપનીના અધિકારીઓ, વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતો તેમજ રાજ્ય સરકારના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી આ નવી ટેક્નોલોજી પ્રત્યે ઉત્સાહ દર્શાવ્યો હતો. પ્રોડક્ટ્સ અંગે ખેડૂતોમાં રહેલી શંકાઓ દૂર કરવા માટે કૃષિ યુનિવર્સિટી તથા અન્ય લેબોરેટરીમાં વિવિધ ઋતુઓમાં વૈજ્ઞાનિક ટ્રાયલ્સ કરવામાં આવ્યા હતા. ટ્રાયલના સકારાત્મક પરિણામો મળ્યા બાદ આ પ્રોડક્ટ ખેતી માટે ઉપયોગી હોવાનું સાબિત થયું છે. આ રિપોર્ટ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ સુપ્રત કરવામાં આવ્યો હતો. લેબોરેટરીમાંથી માન્યતા બાદ જ પ્રોડક્ટને અમલી બનાવવાનો નિર્ણય ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, આજના સમયમાં કેમિકલ ખાતરોના વધતા ઉપયોગને કારણે દેશ અને દુનિયામાં વિવિધ રોગોમાં વધારો થયો છે, જેના કારણે પ્રાકૃતિક કૃષિ પ્રોડક્ટની માંગ ઝડપથી વધી રહી છે. આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતીનો પ્રચાર-પ્રસાર અને ઉત્પાદન વધારવા માટે સરકાર તથા સંસ્થાઓ સતત પ્રયાસ કરી રહી છે. પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે આ પહેલ મહત્વપૂર્ણ વધુમાં જણાવ્યું કે, જોર્ડનની MNG કંપની દ્વારા બનાવવામાં આવેલ આ પ્રોડક્ટ સંપૂર્ણ કુદરતી છે તેની ખાતરી કરવા માટે ખેડૂતોની હાજરીમાં પ્રયોગ કરવામાં આવ્યા હતા. ભારતની લેબોરેટરીમાંથી માન્યતા મળ્યા બાદ જ આ પ્રોડક્ટને અમલી બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ MoU દ્વારા હવે ગુજકોમાસોલ ખેડૂતોને ઓછા ખર્ચે કુદરતી ખાતર ઉપલબ્ધ કરાવશે, જેના કારણે જમીનની ઉર્વરાશક્તિમાં વધારો થશે, ઉત્પાદન ખર્ચ ઘટશે અને પર્યાવરણનું સંરક્ષણ પણ થશે. આ કાર્યક્રમમાં રાજ્યના અગ્રણીઓ, કૃષિ નિષ્ણાતો તથા MNG કંપનીના પ્રતિનિધિઓએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણીના દાવપેચમાં ગુજરાત હાઇકોર્ટમાં અરજીઓ:ભાવનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારના ભાઈની કોંગ્રેસ શહેર પ્રમુખ સામે અપહરણની ફરિયાદ
    Next Article
    ડોર-ટુ-ડોર વાનનું ચેક-અપ અભિયાન:માણસોનું નહીં પરંતુ ગાડીનું ચેકઅપ થયું, સફાઈથી લઇ એન્જિન ચેક સુધી સંપૂર્ણ સર્વિસિંગની તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment