Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણીના દાવપેચમાં ગુજરાત હાઇકોર્ટમાં અરજીઓ:ભાવનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારના ભાઈની કોંગ્રેસ શહેર પ્રમુખ સામે અપહરણની ફરિયાદ

    16 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગુજરાત હાઇકોર્ટમાં પણ રાજકીય દાવપેચને લગતી અરજીઓ આવી રહી છે. જેમાં ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા તેમજ હરદેવસિંહ દ્વારા પોતાના સામે દાખલ થયેલી પોલીસ ફરિયાદ રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી. જે સંદર્ભે હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવીને વધુ સુનાવણી આગામી સમયમાં રાખી છે. જો કે હાઇકોર્ટે બંને અરજદારોને રાહત આપતા તેમની સામે કોઈ નકારાત્મક પગલાં નહીં લેવા માટે હુકમ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ સહિત આરોપી દ્વારા ફરિયાદીના ભાઈનું અપહરણ આ કેસને વિગતે જોતા ફરિયાદી શૈલેષભાઈ દ્વારા તેમના ભાઈ ભરતની અપહરણની પોલીસ ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભાવનગર મહાનગરપાલિકાની વડવા-અ સીટ ઉપર ઉમેદવારીની ટિકિટ મળી હતી. જો કે ફરિયાદીની ફરિયાદ મુજબ તેમના ભાઈ આ ચૂંટણી લડવા માંગતા નહોતા. તેમ છતાં જબરજસ્તીથી કોંગ્રેસ તેમની પાસેથી ચૂંટણી લડાવવા માંગતું હતું. જબરદસ્તીથી તેમના દસ્તાવેજો મેળવી લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત આરોપીએ તેનું અપહરણ કરી લીધું હતું. આરોપીઓની ફરિયાદ રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી ઉપરોક્ત સઘળી હકીકત ફરિયાદીને ઉમેદવાર ભરતના મિત્રએ જણાવી હતી. જો કે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાથી આરોપીઓએ ફરિયાદ રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં ફરિયાદીના ભાઈ એટલે કે ખુદ ઉમેદવાર, જેના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. તેને એફિડેવિટ ફાઇલ કરી હતી કે ફરિયાદમાં જણાવ્યા મુજબની તેમનું કોઈ અપહરણ થયું નથી. પરંતુ 15, એપ્રિલ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી મોટાપાયે હોર્સ ટ્રેડિંગની આશંકા હોવાથી ઉમેદવારોને અમરેલી ખસેડવામાં આવ્યા હતા. તેઓ પણ પોતાની મરજીથી ત્યાં ગયા હતા અને તે સંદર્ભે સોશિયલ મીડિયામાં વિડિયો પણ પોસ્ટ કર્યો હતો. હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવી અરજદારો જણાવ્યું હતું કે, ફક્ત દબાણ ઊભું કરવા માટે ઉપરોક્ત પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેથી ગુજરાત હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવીને વધુ સુનાવણી આગામી ઓગસ્ટ મહિનામાં રાખી છે અને અરજદારો સામે નકારાત્મક પગલાં નહીં લેવા માટે આદેશ કર્યો છે. આ સંદર્ભે કોંગ્રેસ નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ ટ્વીટ કરીને ન્યાયતંત્ર પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ત્રણ ઉમેદવાર સહિત 7 લોકો સામે ફરિયાદ વળી બીજી એક અરજીમાં વડોદરાની ડભોઇ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ પણ પરત ખેંચી લીધું છે. તેઓએ કોંગ્રેસના ત્રણ ઉમેદવાર સહિત કુલ 7 લોકો સામે એટ્રોસિટી એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જાતિ વિષયક ગાળો અને ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઈને સાતેય આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં પોતાની સામેની ફરિયાદ રદ કરવા માટે અરજી દાખલ કરી હતી. જો કે ગુનાની ગંભીરતાને જોતા હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવી સુનાવણી આગામી સમયમાં રાખી છે, પરંતુ અરજદારોને રાહત આપવાનો ઇનકાર કર્યો છે. ફરિયાદીએ આપમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું ઉલ્લેખનીય છે કે, ડભોઇ તાલુકા પંચાયતની ચૂંટણીમાં એટ્રોસિટી અને ધમકીના આક્ષેપોમાં આરોપી અરજદારો વતી રજૂઆત કરાઈ છે. ફરિયાદીએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું. તેને અને કોંગ્રેસ પક્ષને કોઈ લેવાદેવા પણ નથી. ખરેખર આક્ષેપ અને પ્રતિ આક્ષેપ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થઈ રહ્યા હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર તોડવાનો આક્ષેપ ધારાસભ્ય શૈલેશ ઉપર કોંગ્રેસ પક્ષે મૂક્યો છે. પરંતુ તેમની ફરિયાદ નોંધવાની જગ્યાએ તાલુકા પંચાયતથી ફક્ત 200 મીટર દૂર આવેલા પોલીસ મથકે આમ આદમી પાર્ટીના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમાં પણ 6 કલાક જેટલો સમય લાગ્યો છે. ઘટના સંદર્ભના CCTV હાઇકોર્ટમાં મૂકવામાં આવ્યા જોકે સરકારી વગેરે જણાવ્યું હતું કે આ એક વ્યક્તિગત ફરિયાદ છે. ઘટના સંદર્ભમાં CCTV ફૂટેજ હાઇકોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. જેમા અરજદારો ટોળામાં સામેલ હોવાનું જણાઈ આવ્યું હતું. સરકારી વકીલની દલીલ મુજબ વ્યક્તિગત ફરિયાદને રાજકારણથી ઉપર જોઈને તેમાં તપાસની જરૂર છે. ત્યારે અરજદારોને રાહત આપી શકાય નહીં. જેનું સમર્થન ગુજરાત હાઇકોર્ટે કરતા તેમને રાહત આપી નથી. સરપંચ સહિત બે આરોપીઓ ઉપર માર મારવાની ફરિયાદ વધુ એક અરજી દાહોદથી આવી હતી. જેના કાલીમહુડી ગામના સરપંચ સહિત બે આરોપીઓ ઉપર માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી. તેઓને સેશન્સ કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા હતા. જો કે સેશન્સ કોર્ટે તેમને કાલીમહુડી ગામમાં પ્રવેશ નહી કરવાની શરતે જામીન આપ્યા હતા. કારણ કે ફરિયાદી પણ તે જ ગામનો રહેવાસી હતો. અરજદાર આરોપી પૈકી એક સરપંચ હોવાથી તેની પંચાયત કાર્યમાં જરૂર હોવાથી તેને ગ્રામ પ્રવેશ કરવાની શરતમાં છૂટ આપવા તેને સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી નકારી દેવાતા તેને ગુજરાત હાઇકોર્ટમાં અરજી ફાઇલ કરી હતી. જેને પણ નકારી નાખવામાં આવી છે. જો કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા માટે તેને મતદાનના દિવસે ત્રણ કલાક ગ્રામ પ્રવેશ માટે મંજૂરી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઘોઘા જકાતનાકા વિસ્તારમાં પોલીસની રેડ:19 હજારથી વધુના ઇંગ્લિશ દારૂ સાથે શખસ ફરાર
    Next Article
    પ્રાકૃતિક ખેતીને ગુજરાતમાં નવી દિશા:જોર્ડનની MNG કંપની સાથે ગુજકોમાસોલનો MoU, ખેડૂતોને મળશે કુદરતી ખાતર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment