Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર:રાજકોટ ડિવિઝન ખાતેથી ચાલતી ઓખા–ગુવાહાટી એક્સપ્રેસ ડાયવર્ટ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે ઇન્ટરસિટી ટ્રેનો રદ

    11 hours ago

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પરથી પસાર થતા મુસાફરો માટે આગામી દિવસોમાં મુસાફરીના આયોજન પૂર્વે આ સમાચાર વાંચવા અત્યંત મહત્વના છે. રેલવે તંત્ર દ્વારા માળખાગત સુવિધાઓના વિકાસ તેમજ અન્ય ડિવિઝનમાં ચાલી રહેલી ટેકનિકલ કામગીરીને પગલે રાજકોટ ડિવિઝન સાથે સંકળાયેલી મહત્વની ટ્રેનો પર અસર પડી છે. મુખ્યત્વે ઓખા-ગુવાહાટી એક્સપ્રેસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તો જામનગર-વડોદરા ઇન્ટરસિટી ટ્રેનને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓખા–ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનનો રૂટ ડાયવર્ટ કરાયો પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર ડિવિઝન હેઠળ આવતા નેઉરા–જટ ડુમરી સેક્શનમાં હાલ નોન-ઇન્ટરલોકિંગની કામગીરી ચાલી રહી છે. આ ટેકનિકલ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ઓખા–ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનના માર્ગમાં આંશિક પરિવર્તન કરવામાં આવ્યું છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, 24 એપ્રિલ, 2026ના રોજ ઓખાથી રવાના થનારી ટ્રેન સંખ્યા 15635 (ઓખા–ગુવાહાટી સાપ્તાહિક એક્સપ્રેસ) તેના નિયત માર્ગને બદલે પરિવર્તિત માર્ગ પરથી ચલાવવામાં આવશે. આ ટ્રેન હવે પંડિત દીન દયાળ ઉપાધ્યાય જંક્શન–ગયા જહાનાબાદ–પટના થઈને ગંતવ્ય સ્થાને પહોંચશે. ખાસ નોંધનીય છે કે, આ રૂટ પરિવર્તનને કારણે આ ટ્રેન બક્સર સ્ટેશન પર જશે નહીં. જે મુસાફરોએ બક્સરથી મુસાફરી કરવાનું આયોજન કર્યું હોય તેમણે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે ઇન્ટરસિટી ટ્રેનો રદ પશ્ચિમ રેલવે દ્વારા માળખાગત વિકાસના કામોને વેગ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને હાઈ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ અંતર્ગત ગેરતપુર–અમદાવાદ રેલખંડ પર પ્રીકાસ્ટ પોર્ટલ બીમ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ મહત્વપૂર્ણ નિર્માણ કાર્ય માટે રેલવે દ્વારા બ્લોક લેવામાં આવ્યો છે, જેની સીધી અસર રાજકોટ અને જામનગરના મુસાફરો પર પડશે. આ કામગીરીને કારણે વડોદરા અને જામનગર વચ્ચે દોડતી લોકપ્રિય ઇન્ટરસિટી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. રદ્દ કરવામાં આવેલી ઇન્ટરસિટી ટ્રેનોની વિગત 1. ટ્રેન નંબર 22959 (વડોદરા–જામનગર ઇન્ટરસિટી): આ ટ્રેન 23 એપ્રિલ, 2026ના રોજ રદ કરવામાં આવી છે. 2. ટ્રેન નંબર 22960 (જામનગર–વડોદરા ઇન્ટરસિટી): આ ટ્રેન 24 એપ્રિલ, 2026ના રોજ રદ રહેશે. ઉલ્લેખનીય છે કે, બંને ટ્રેનો રદ થવાને કારણે વડોદરા, અમદાવાદ અને સૌરાષ્ટ્ર વચ્ચે અપ-ડાઉન કરતા અનેક મુસાફરો તેમજ વેપારી વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ત્યારે રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે તેઓ પોતાની મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનોના સમય અને રૂટ અંગેની ખાતરી કરે, હાલ રેલવે તંત્ર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે આ કામગીરી અનિવાર્ય હોવાથી મુસાફરોએ સહકાર આપવો જરૂરી છે. ટ્રેનોના સ્ટોપેજ સહિતના ફેરફારો અને નવીનતમ સમયપત્રક જાણવા માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે અથવા નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (NTES) એપનો ઉપયોગ કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ડોર-ટુ-ડોર વાનનું ચેક-અપ અભિયાન:માણસોનું નહીં પરંતુ ગાડીનું ચેકઅપ થયું, સફાઈથી લઇ એન્જિન ચેક સુધી સંપૂર્ણ સર્વિસિંગની તપાસ
    Next Article
    ट्रंप ने छोड़ दिया मैदान, बातचीत का जिम्मा छोड़ दिया ईरान पर; जंग टली मगर बदला कुछ नहीं

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment