Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ચાર-ચાર હોસ્પિટલમાં સારવાર કરાવી તોય જીવ ન બચ્યો':દહેગામમાં બાઈક આડે કૂતરું ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત

    12 hours ago

    દહેગામ તાલુકાના લવાડ - દહેગામ રોડ પર માર્ચ મહિનામાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 30 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માત પછી ચાર ચાર હોસ્પિટલમાં સારવાર મેળવ્યા પછી પણ યુવકને કાળ ભરખી ગયો હતો. આ ઘટના અંગે મૃતકના ભાઈએ અકસ્માતના આશરે એક મહિના બાદ દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મંદિર પાસે એકાએક કૂતરુ આવી જતા બ્રેક મારતા બાઈક સ્લીપ પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ પંચમહાલના કાલોલ તાલુકાના મેદાપુરા ગામના વતની અને હાલ દહેગામ ખાતે ખેતરમાં મજૂરી કરતો 30 વર્ષીય કમલેશ નરવતભાઈ નાયક ગત તા.25 માર્ચના રોજ રાત્રિના સમયે બાઈક લઈને ખેતરેથી પરત જઈ રહ્યો હતો ત્યારે લવાડથી દહેગામ જતા રોડ પર જોગણી માતાના મંદિર પાસે અચાનક એક કૂતરું આડે આવી જતાં તેણે બ્રેક મારી હતી. જેના કારણે બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને કમલેશને માથા તેમજ કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માતની જાણ થતા જ તેના મોટા ભાઈ અને મિત્રો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને રિક્ષા મારફતે તેને દહેગામ સરકારી દવાખાને લઈ ગયા હતા. ​ઇજાની ગંભીરતાને જોતા કમલેશને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.બાદમાં પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી. પરંતુ થોડા દિવસો બાદ પીઠના ભાગે અસહ્ય દુખાવો થતા તેને ગોધરાની સરકારી હોસ્પિટલમાં બતાવતા ખબર પડી હતી કે તેને મણકાના ભાગે ગંભીર ઇજા થઈ છે. 4-4 હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પણ મોત ત્યારબાદ તેને વધુ ઓપરેશન માટે વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. જ્યાં મણકાનું ઓપરેશન સફળતાપૂર્વક થયા બાદ કમલેશ વધુ સારવાર હેઠળ હતો. જોકે ગત તારીખ 15 એપ્રિલના રોજ રાત્રિના સમયે અચાનક તેની તબિયત લથડી હતી અને ઉલટી થયા બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આમ ચાર ચાર હોસ્પિટલમાં સારવાર મેળવ્યા પછી પણ કમલેશને કાળ ભરખી ગયો હતો. આ અંગે મૃતકના ભાઈની ફરિયાદના આધારે દહેગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોલપંપ લૂંટનો મુખ્ય સૂત્રધાર 27 વર્ષે ઝડપાયો:જામનગર LCBએ મધ્યપ્રદેશથી આરોપીને દબોચી લીધો
    Next Article
    રાજકીય કિન્નાખોરી સામે કાયદાનો વિજય:ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ શહેર પ્રમુખ સામેની FIR પર લગાવ્યો મનાઈ હુકમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment