Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ્રોલપંપ લૂંટનો મુખ્ય સૂત્રધાર 27 વર્ષે ઝડપાયો:જામનગર LCBએ મધ્યપ્રદેશથી આરોપીને દબોચી લીધો

    14 hours ago

    જામનગર શહેરના લાલપુર બાયપાસ પાસે આવેલા કિર્તિ પેટ્રોલપંપમાં આજથી 28 વર્ષ પહેલાં, વર્ષ 1999માં સશસ્ત્ર ધાડ પાડી રૂ. 1,90,000ની લૂંટ ચલાવનાર ગેંગના મુખ્ય સૂત્રધારને જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મધ્યપ્રદેશના જાંબુઆ ખાતેથી ઝડપી પાડ્યો છે. વર્ષ 1999માં બનેલી આ લૂંટની ઘટનાએ તે સમયે ભારે ચકચાર જગાવી હતી. આ ગુનાનો મુખ્ય આરોપી બાબુ ઉર્ફે બાબી ભીમાભાઈ ડોડીયાર (રહે. કાકરાદરા, જી. જાંબુઆ, મધ્યપ્રદેશ) છેલ્લા 27 વર્ષથી પોલીસની ધરપકડ ટાળવા માટે પોતાની ઓળખ છુપાવી નાસતો-ફરતો હતો. નામદાર કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ સીઆરપીસી કલમ 70 મુજબ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી LCB પીઆઈ વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી. પીએસઆઈ એમ.વી. ભાટીયા અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી. પોલીસે આરોપીના વતનના લોકોના ડેટા અને મતદાર યાદીઓ તપાસી 'ડીપ સર્ચ' ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી અલગ-અલગ સમયે હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આશરો લઈ રહ્યો છે. આથી LCBની ટીમે આ રાજ્યોમાં ધામા નાખ્યા હતા. અંતે, મધ્યપ્રદેશના જાંબુઆ ખાતેથી બાબુ ઉર્ફે બાબી ડોડીયારને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ઝડપાયેલો આરોપી રીઢો ગુનેગાર છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તે ભૂતકાળમાં દ્વારકાના સુપ્રસિદ્ધ રૂક્ષ્મણી મંદિરમાં થયેલી લૂંટના ગુનામાં પણ પકડાઈ ચુક્યો છે. આ સફળ કામગીરીમાં LCBના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ ડાંગર, અરજણભાઈ કોડીયાતર, કિશોરભાઈ પરમાર અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    ઓવર સ્પીડમાં બાઈક થાંભલા સાથે અથડાઈ, CCTV:એકસાથે ત્રણ યુવકો બાઇક પર સવાર હતાં, એકનું ઘટનાસ્થળે જ મોત; વતન જવાની ખુશી માતમમાં ફેરવાઈ
    Next Article
    'ચાર-ચાર હોસ્પિટલમાં સારવાર કરાવી તોય જીવ ન બચ્યો':દહેગામમાં બાઈક આડે કૂતરું ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment