Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકીય કિન્નાખોરી સામે કાયદાનો વિજય:ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ શહેર પ્રમુખ સામેની FIR પર લગાવ્યો મનાઈ હુકમ

    11 hours ago

    ચૂંટણી ટાણે ભાવનગરનું રાજકારણ ગરમાયું છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટના એક મહત્વપૂર્ણ ચુકાદાએ સત્તાધારી પક્ષને આંચકો અને કોંગ્રેસને મોટી રાહત આપી છે ભાવનગર કોંગ્રેસના શહેર પ્રમુખ લાલભા ગોહિલ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદને 'ખોટી' અને 'રાજકીય પ્રેરિત' ગણાવી હાઈકોર્ટે કાયદાકીય કાર્યવાહી પર તાત્કાલિક અસરથી સ્ટે ફરમાવી સામા પક્ષને નોટિસ ફટકારી છે, ​શું છે સમગ્ર મામલો? ​જે વ્યક્તિના કથિત અપહરણના નામે ફરિયાદ થઈ છે, તે વ્યક્તિ પોતે ફેસબુક લાઈવ (FB Live) પર આવીને સ્પષ્ટતા કરી રહ્યો છે કે તે સુરક્ષિત છે અને પોતાની મરજીથી બહાર ગયો છે તેમછતાં આ મામલે કોંગ્રેસ પ્રમુખ અને ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી છે, જેને કોંગ્રેસે સત્તાધારી પક્ષના ઈશારે કરાયેલી કિન્નાખોરી ગણાવી છે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલે જણાવ્યું હતું કે, ​આ આદેશને ન્યાયની જીત ગણાવતા કોંગ્રેસ નેતાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે "ડરાવવાની કોશિશ નિષ્ફળ ગઈ છે, હું ન તો ડર્યો છું, ન તો ઝૂક્યો છું." વરિષ્ઠ વકીલની ધારદાર રજૂઆત અને શક્તિસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ મેળવેલી આ કાનૂની સફળતાથી કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બે-ત્રણ કલાક સુધી બેસાડી ડરાવવાનો પ્રયાસ કર્યો ​હાઈકોર્ટના ચુકાદા શહેર પ્રમુખ લાલભા ગોહિલએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેમના પર કરવામાં આવેલી ફરિયાદ સંપૂર્ણપણે ખોટી અને હાસ્યાસ્પદ હતી. તેમણે ઉમેર્યું કે, "ચૂંટણીના વ્યસ્ત સમયમાં મને બે-ત્રણ કલાક સુધી બેસાડી રાખીને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હું ડર્યો નથી કે મેં કોઈ પણ પ્રકારનું સમાધાન કર્યું નથી." ​તેમણે આ કાનૂની લડાઈમાં સાથ આપવા બદલ આભાર વ્યક્ત કરતા કહ્યું કે, જેમણે હાઈકોર્ટમાં ત્વરિત અને અસરકારક કાનૂની કાર્યવાહી કરી તથા શક્તિસિંહ ગોહિલ રાજ્યસભા સાંસદ જેમણે આ મામલે સતત માર્ગદર્શન પૂરું પાડ્યું છે. સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કોંગ્રેસનો એક પણ કાર્યકર આવી ધમકીઓથી ડરશે નહીં કે ઝૂકશે નહીં. તમામ કાર્યકરો પક્ષ અને ઉમેદવારોના પ્રચારનું કામ નિડરતાથી ચાલુ રાખશે.
    Click here to Read More
    Previous Article
    'ચાર-ચાર હોસ્પિટલમાં સારવાર કરાવી તોય જીવ ન બચ્યો':દહેગામમાં બાઈક આડે કૂતરું ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત
    Next Article
    Bhoot Bangla Worldwide Box Office Collection Day 5 Live Updates: Akshay Kumar film earns Rs 118 cr globally, is 3rd highest-grossing Bollywood films of 2026

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment