Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશેષ ફેસિલિટેશન સેન્ટર પર મતદાન યોજાયું:વડોદરા મનપાની સામાન્ય ચૂંટણીમાં ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ મતદાન કર્યું, બે સેન્ટરો પર કર્મચારીઓનું મતદાન

    15 hours ago

    આગામી તારીખ 26/04/26ના રોજ યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી અન્વયે, ચૂંટણી પ્રક્રિયામાં સીધી કે આડકતરી રીતે રોકાયેલા કર્મચારીઓ પોતાના મતાધિકારનો સુગમતાપૂર્વક ઉપયોગ કરી શકે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વિશેષ ફેસીલીટેશન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા હતા પાલિકાની ચૂંટણીમાં કર્મચારીઓએ અગાઉથી ટપાલ દ્વારા મતદાન કરવા માટે અરજી કરી હતી અને જેમને નિયત પ્રક્રિયા મુજબ ઘરના સરનામે મતપત્ર પ્રાપ્ત થયા હતા એવા કર્મચારીઓ માટે આજ રોજ પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે વિશેષ ફેસીલીટેશન સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા હતા. આ ફેસિલિટેશન સેન્ટરો ખાતે સવારે 9થી સાંજે 6 કલાક સુધી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી. વહીવટી સરળતા અને સુચારૂ વ્યવસ્થાના ભાગરૂપે વોર્ડ નંબર 1થી 12 ના કર્મચારીઓ માટે પોલીસ તાલીમ કેન્દ્ર, પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર અને વોર્ડ નંબર 12થી 19ના કર્મચારીઓ માટે આંગણવાડી કેન્દ્ર, પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. ચૂંટણી ફરજ જેવી મહત્વની કામગીરીમાં વ્યસ્ત રહેનારા કર્મચારીઓએ આ સુવિધાનો મહત્તમ લાભ લઈ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલી આ વ્યવસ્થાના લાભ થકી કર્મચારીઓ ફરજની સાથે સાથે લોકશાહીના પર્વમાં પણ પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    'આપ'નું અધિકાર પત્ર જાહેર:રાજકોટમાં આપની સરકાર આવશે તો શિક્ષણ, આરોગ્ય સહીત 9 મુદ્દાઓ પર કામ કરવામાં આવશે, અધિકાર પત્રને પદાધિકારીઓ અને વોર્ડ ઓફિસમાં લગાડવામાં આવશે
    Next Article
    સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ હીટવેવની આગાહી:સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો સ્પેશિયલ વોર્ડ અને 15 કૂલર મુકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment