Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ હીટવેવની આગાહી:સિવિલ હોસ્પિટલમાં 10 બેડનો સ્પેશિયલ વોર્ડ અને 15 કૂલર મુકાયા

    13 hours ago

    દક્ષિણ ગુજરાતમાં ઉનાળો હવે આકરો મિજાજ દેખાડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ માટે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. વધતા તાપમાનને જોતા સુરત નવી સિવિલ હોસ્પિટલ એલર્ટ મોડ પર આવી ગઈ છે. તંત્ર દ્વારા બપોરે 12 થી 3 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા કડક સૂચના આપવામાં આવી છે. સિવિલમાં ખાસ 'હીટવેવ વોર્ડ' તૈયાર, સ્ટાફને અપાઈ ટ્રેનિંગ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના RMO ડો. કેતન નાયકે જણાવ્યું હતું કે, હીટવેવને પહોંચી વળવા માટે હોસ્પિટલમાં ખાસ 10 બેડનો અલાયદો રૂમ તૈયાર રખાયો છે. આ વોર્ડમાં વેન્ટિલેટર સહિતની ઈમરજન્સી સુવિધાઓ સજ્જ છે. દર્દીઓની સુવિધા માટે OPD અને ઈમરજન્સી વિભાગમાં 15થી વધુ નવા કુલર લગાડવામાં આવ્યા છે. ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને સનસ્ટ્રોકના કેસ હેન્ડલ કરવા માટે સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે. ચૂંટણીના માહોલ પર ગરમીનું ગ્રહણ આગામી સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે આ હીટવેવની અસર રાજકીય ગરમાવા પર પણ પડી શકે છે. બપોરના સમયે પ્રચાર પ્રસારમાં મુશ્કેલી પડી શકે છે અને મતદાનના દિવસે પણ ગરમીને કારણે ટર્નઆઉટ પર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. બપોરે 12 થી 3 'નો ગો ઝોન': બાળકો-વૃદ્ધો ખાસ સાચવે ડોક્ટરોના મતે બપોરે 12 થી 3 દરમિયાન સૂર્યના કિરણો સીધા અને આકરા હોવાથી લૂ લાગવાની શક્યતા સૌથી વધુ રહે છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેમને બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ અપાઈ છે. જો બહાર જવું અનિવાર્ય હોય તો માથે સફેદ કપડું, ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો હિતાવહ છે. OPD તેમજ ઇમરજન્સી બધી જગ્યાએ કુલર મૂકાયા સુરત સિવિલ હોસ્પિટલના RMO ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે, હાલમાં જે રીતે હવામાન ખાતા તરફથી હીટવેવની આગાહી કરવામાં આવી છે, તે બાબતે સુરત નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અને અમારે ત્યાં OPD તેમજ ઇમરજન્સી બધી જગ્યાએ કુલર મુકવામાં આવ્યા છે. તદુપરાંત એક 10 બેડનો અલગ રૂમ અથવા વોર્ડ પણ રાખવામાં આવ્યો છે, જ્યાં વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અને જો કોઈ પેશન્ટ ઇન કેસ આવે, તો એના માટે ઇમરજન્સીમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફને આ અંગેની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે લોકોને ખાસ કરીને જણાવવાનું કે, અત્યારે જે હીટવેવ છે જે 12:00 થી 3:00 દરમિયાન ખૂબ જ ગરમી પડતી હોય છે, જેથી કરીને લોકો ખાસ કરીને બાળકો અને વૃદ્ધો બને ત્યાં સુધી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે એ એમના માટે સલાહભર્યું છે. તેમજ બીજા લોકો પણ ખાસ કંઈ કામ હોય તો જ બહાર નીકળે, અન્યથા આ સમય દરમિયાન નીકળવાનું ટાળે. અને જો ઇન કેસ નીકળવું પડે, તો માથે ટોપી પહેરે કે છત્રી રાખે કે એ રીતનું કંઈ પણ પ્રોટેક્શનની વ્યવસ્થા રાખે. તેમજ પોતાના બોડીમાં હાઇડ્રેશન મેન્ટેન થાય એનું પૂરતું ધ્યાન આપે. જેથી કરીને પાણીથી લઈને છાસ કે કંઈ પણ પીણાં પીને, પોતાની રીતે લીંબુ શરબત, નારિયેળ પાણી, છાસ કંઈ પણ પીને બહાર નીકળે જેથી કરીને એને ડિહાઇડ્રેશનના થાય. હાઇડ્રેશનની પૂરતી કાળજી રાખો આ હીટવેવમાં ખાસ કરીને ડિહાઇડ્રેશન થવાને કારણે જ પ્રોબ્લેમ થતા હોય છે અને પેશન્ટ સિરિયસ થતા હોય છે. અધરવાઇઝ જો પોતાનું હાઇડ્રેશનનું પૂરતી કાળજી રાખવામાં આવે તો બહુ મુશ્કેલી પડતી હોતી નથી. એટલે આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને મેં અગાઉ કીધું તેમ 12:00 થી 3:00 દરમિયાન બહાર ન નીકળે તો આ નિવારી શકાય, બચી શકાય હીટવેવથી.
    Click here to Read More
    Previous Article
    વિશેષ ફેસિલિટેશન સેન્ટર પર મતદાન યોજાયું:વડોદરા મનપાની સામાન્ય ચૂંટણીમાં ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ મતદાન કર્યું, બે સેન્ટરો પર કર્મચારીઓનું મતદાન
    Next Article
    મુખ્યમંત્રીના બંદોબસ્તમાં જઈ રહેલા પોલીસ વાનને અકસ્માત:બોટાદ-સેથળી વચ્ચે અશ્વદળનું વાન પલટી, ઘોડાઓને ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment