Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ઉદ્યોગપતિની પત્નીનો આપઘાત:બંગલોના ત્રીજા માળે બેડરૂમમાં ફાંસો ખાધો, બે મહિના પહેલા જ લગ્ન થયા'તા; કેજરીવાલ પરિવાર હાર્મની યાર્ન્સનો માલિક

    4 days ago

    સુરતના સુભાષનગરમાં પ્લાસ્ટિકના દાણાના ઉદ્યોગપતિની પત્ની ખ્યાતિ કેજરીવાલે લગ્નના માત્ર બે જ મહિનામાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.ગત 21 એપ્રિલના રોજ સુભાષનગરના બંગલા નંબર 65માં રહેતી ખ્યાતિ અભિષેક કેજરીવાલે પોતાના બંગલોના ત્રીજા માળે આવેલા બેડરૂમમાં ગળેફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ ફેમિલ હાર્મની યાર્ન્સ નામની કંપનીનો માલિક છે. જ્યારે તેના પતિ અભિષેક કેજરીવાલ તેમાં ડાયરેક્ટર છે. આપઘાતનું કારણ અકબંધ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક ખ્યાતિનો પરિવાર પ્લાસ્ટિકના દાણાના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને આર્થિક રીતે સધ્ધર છે. જોકે, ઘટનાસ્થળેથી પોલીસને હજુ સુધી કોઈ સુસાઇડ નોટ મળી નથી, જેને કારણે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો, અકસ્માતે મોતનો ગુનો નોંધાયો આ ઘટનાની જાણ થતાં ઓફિસનો સ્ટાફ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો, આત્મહત્યા પાછળનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉમરા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ‘પરિવારે બીજી ચાવી વડે રૂમ ખોલ્યો, તો સામે દુપટ્ટા વડે ગળેફાંસો હાલતમાં હતી’ એસીપી વિજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, લગ્નને હજુ બે મહિના જ થયા હતા અને ખ્યાતિએ પોતાના બેડરૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, જમ્યા બાદ આરામ કરવા માટે તે પોતાના બેડરૂમમાં ગઈ હતી. સામાન્ય રીતે તે સાંજે રૂમની બહાર આવી જતી હોય છે, પરંતુ મોડે સુધી બહાર નહીં આવતા પરિવારે તેના પતિને ફોન કરીને જાણ કરી હતી કે તે હજુ સુધી બહાર આવી નથી. ત્યારબાદ પરિવારના સભ્યોએ બીજી ચાવી વડે રૂમ ખોલ્યો ત્યારે ખ્યાતિએ પોતાના દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હોવાનું જણાયું હતું. સુરતનો આ કેજરીવાલ પરિવાર હાર્મની યાર્ન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે.
    Click here to Read More
    Previous Article
    યુવકે દીપડા સાથે બાથ ભીડી, જમીન પર પટકીને ઉપર બેઠો-VIDEO:ધામનોદ ગામમાં ઘૂસેલા દીપડાએ ચાર લોકોને લોહી-લુહાણ કર્યા, ચોંકાવનારો વીડિયો વાઇરલ
    Next Article
    જામનગરમાં બાસ્કેટબોલ મેચ દ્વારા મતદાન જાગૃતિ:ખેલાડીઓ, વાલીઓ અને ઉપસ્થિત સૌએ મતદાન કરવા અંગેના શપથ લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment