Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિશનવાડીમાં પ્રચાર દરમિયાન ભાજપના નેતાએ યુવક સાથે ઝપાઝપી કરી:'એ શાંતિ રાખજે' કહીને ધક્કો માર્યો, સ્થાનિકે કહ્યું, 'બે પૈસાના લુખ્ખાને બહુ ચરબી છે'

    10 hours ago

    વડોદરામાં મહાનગરપાલિકાના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપને ભારે રોષનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન પૂર્વ કોર્પોરેટર હિતેન્દ્ર પટેલ સહિતના નેતાઓ વોર્ડ નં. 5 કિશનવાડી વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં ગયા હતા. આ સમયે એક યુવકે તેની સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેથી ભાજપના નેતાએ યુવક સાથે મારે મારી કરી હતી.'એ શાંતિ રાખજે' કહીને ધક્કો મારી ઝપાઝપી કરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં લોકો બોલે છે, બે પૈસાના લુખ્ખાને બહુ ચરબી છે. નેતાએ યુવકને ધક્કો મારી દીધો, ઝપાઝપી કરી વોર્ડ નં. 5માં કિશનવાડી વિસ્તારમાં પ્રચાર દરમિયાન એક યુવકે ભાજપના પૂર્વ કોર્પોરેટર હિતેન્દ્ર પટેલને કહ્યું હતું કે, અમે ગમે તે પક્ષમાંથી લડીએ. અમે આટલા વર્ષોથી ભાજપને સપોર્ટ કરતા આવ્યા હતા અને તમારા માટે લડ્યા હતા. આપણે એક પરિવાર છીએ. પણ તમે મને શું કહ્યું કે, મારી પત્નીએ આપમાંથી ફોર્મ કેમ ભર્યું ? આ દરમિયાન ભાજપના નેતા યોગેશ પરમાર યુવક સામે ઉશ્કેરાઈ ગયા હતા અને યોગેશ પરમારે કહ્યું હતું કે, એ શાંતિ રાખજે અને યુવકને ધક્કો મારી દીધો હતો. ત્યારબાદ ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ અન્ય લોકો વચ્ચે પડ્યા હતા. 'અમારી પાસે પેલા લુખ્ખાને લઈને આવ્યા છે' આ દરમિયાન કેટલાક લોકો વિડિઓમાં બોલે છે કે, અમારી પાસે પેલા લુખ્ખાને લઈને આવ્યા છે. બે પૈસાના લુખ્ખાને બહુ ચરબી છે. આ સમયે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. એક મહિલા પણ નેતાઓ સામે આક્રોશ વ્યક્ત કરતી જોવા મળી હતી. જેને પગલે નેતાઓએ ત્યાંથી ચાલતી પકડી હતી. ભાજપના ઉમેદવારો પર લોકોનો રોષ આ પહેલા પણ ઘણા બધા વોર્ડમાં આ પ્રકારે ભાજપના ઉમેદવારો અને નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેથી કહી શકાય કે આ વખતે ચૂંટણીમાં એન્ટી ઇન્કમબન્સીની અસર જોવા મળી રહે છે. ક્યાં ટિકિટને લઈને તો ક્યાંક કામગીરી ન થતા ઉમેદવારોએ રોષનો ભોગ બનવુ પડી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઉત્તર પ્રદેશના 1008 ભક્તો વેરાવળ પહોંચ્યા:સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વિશેષ ટ્રેન દ્વારા આગમન
    Next Article
    ZFTI અને વેપારી એસોસિએશને કલેક્ટર સોલંકીની મુલાકાત લીધી:જિલ્લાના વિકાસ, વેપાર વૃદ્ધિ અને રોજગાર સર્જન પર ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment