Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ZFTI અને વેપારી એસોસિએશને કલેક્ટર સોલંકીની મુલાકાત લીધી:જિલ્લાના વિકાસ, વેપાર વૃદ્ધિ અને રોજગાર સર્જન પર ચર્ચા

    9 hours ago

    સુરેન્દ્રનગર: ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (ZFTI) અને બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારોએ કલેક્ટર જી.એચ. સોલંકીની શુભેચ્છા મુલાકાત લીધી. આ મુલાકાતમાં ZFTIના સ્થાપક અધ્યક્ષ કિશોરસિંહ ઝાલા, સ્થાપક પ્રમુખ કમલેશભાઈ રાવલ, ચેરમેન ઘનશ્યામભાઈ સાવધરિયા, પ્રમુખ નરેશભાઈ કેલા, સેક્રેટરી કેકીન ગણાત્રા, લીગલ સેલ ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, ટ્રેડ સેલ ચેરમેન બાબુલાલ પ્રજાપતિ, પ્રોફેશનલ સેલ ચેરમેન સંજયભાઈ, ચીફ એડમિન અશ્વિનભાઈ પારેખ અને બિલ્ડર એસોસિએશનના પ્રમુખ કે. સી. શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.મુલાકાત દરમિયાન, ઝાલાવાડ ફેડરેશનના પ્રમુખ નરેશભાઈ કેલાએ જિલ્લાની માળખાકીય સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ માટે વિશાળ તકો ઉપલબ્ધ છે. આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ, વેપાર વૃદ્ધિ, રોજગાર સર્જન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર રચનાત્મક ચર્ચા કરવામાં આવી હતી.ઝાલાવાડ ફેડરેશને જિલ્લાના સર્વાંગી વિકાસમાં સક્રિય સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે જિલ્લાના આર્થિક અને સામાજિક ઉત્થાન માટેના વિવિધ પાસાઓ પર ભાર મૂક્યો. કલેક્ટર સોલંકીએ ઝાલાવાડ ફેડરેશનના પ્રયત્નોને બિરદાવ્યા હતા અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી. તેમણે ઉદ્યોગ અને વેપાર જગત સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી.આ મુલાકાત જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સહકાર અને સંકલનના નવા અધ્યાયની શરૂઆતરૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    કિશનવાડીમાં પ્રચાર દરમિયાન ભાજપના નેતાએ યુવક સાથે ઝપાઝપી કરી:'એ શાંતિ રાખજે' કહીને ધક્કો માર્યો, સ્થાનિકે કહ્યું, 'બે પૈસાના લુખ્ખાને બહુ ચરબી છે'
    Next Article
    Case Filed Against 2 Telangana Women Police Officers For Asking Bribery

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment