Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:સગાઈની વીંટીની ડિઝાઈન ન ગમતાં યુવક વિફર્યો, યુવતીના ઘરે જઈ લાફા ઝીંકીને છેડતી કરી, આખરે સગાઈ ‘ફોક’ કરાઈ

    4 days ago

    સગાઈની વીંટીની ડિઝાઇન બાબતે શરૂ થયેલા સામાન્ય વિવાદ બાદ સગાઈ તૂટી ગઈ હતી. બાદમાં હિંસક હુમલા અને છેડતી સુધી મામલો પહોંચ્યો હતો. સગાઈ તૂટવાની અદાવત રાખી યુવકે જેની સાથે સગાઈ થવાની હતી તે યુવતીના ઘરે જઈ પરિવાર સાથે ગેરવર્તન કર્યું હતું.હુમલો કરી છેડતી કરી હોવાની યુવતીએ બાપોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સગાઈ થાય એ પહેલાં જ યુવક અને યુવતી વચ્ચે થયેલા આ વિવાદની વિગત એવી છે કે, આજવા રોડના આનંદનગરમાં રહેતા આનંદ ગોહિલની સગાઈ ભોગ બનનાર યુવતી સાથે નક્કી કરવામાં આવી હતી. સગાઈ માટે યુવતી પક્ષ દ્વારા યુવકને આપવા માટે સોનાની વીંટી તૈયાર કરાવી હતી. જે તૈયાર થયા બાદ યુવકને વીંટીની ડિઝાઇન પસંદ આવી ન હતી. પરિણામે યુવકે યુવતી સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈને અપશબ્દો કહ્યા હતા. આ અંગે યુવતીએ માતા-પિતાને જાણ કરી હતી. આ વિવાદ એટલો વકર્યો કે, આનંદે યુવતીના ઘરે જઈ તેના પરિવાર સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવકના વર્તનને જોઈને યુવતીની માતાએ બીજા જ દિવસે યુવકની માતાને જાણ કરી સગાઈ તોડી નાખી હતી. સગાઈ તૂટતાં ઉશ્કેરાયેલા આનંદે યુવતીનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. યુવતી ઘર પાસે મોપેડ પાર્ક કરી રહી હતી ત્યારે આરોપીએ ત્યાં આવી બળજબરીથી તેનો ફોન ઝૂંટવી લીધો હતો. આટલેથી ન અટકતાં થોડીવાર બાદ તે તેના મિત્ર સાથે એક્ટિવા પર પરત આવ્યો અને યુવતીનો કોલર પકડી તેની છેડતી કરી હતી અને યુવતીને બે લાફા ઝીંકી ગાળો બોલી હતી. જેને પગલે યુવતીએ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અત્યારથી જ આવું કરે છે તો લગ્ન પછી શું, તેમ વિચારીને યુવતીના પરિવારે સંબંધ તોડ્યો સગાઈ તોડવાનું મુખ્ય કારણ માત્ર વીંટીનો વિવાદ જ નહીં, યુવકની ખરાબ ચાલ-ચલગત પણ યોગ્ય ન હોવાનું જાણવા મળ્યું છે. પરિણામે યુવતીનાં માતા-પિતાએ સમજાવ્યું હતું કે, હજી સગાઈ થઈ નથી તેવા સમયે યુવક નજીવી બાબતે આવું વર્તન કરે છે, તો લગ્ન બાદ ઝનૂની થઈ માર મારી ત્રાસ પણ આપશે. પરિણામે યુવતીએ ભવિષ્યનો વિચાર કરી સગાઈ નહીં કરવાનો નિર્ણય લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:માંજલપુરની સ્ટેલા મેરી સ્કૂલના બિલ્ડિંગને બેંકનું સીલ,ચૂંટણીનું બૂથ હોવાથી મતદાન માટે ખોલાશે
    Next Article
    વ્યવહારિક કૌશલ્ય વિકસાવવા લેબ:સીબીએસઇ સ્કૂલોમાં કમ્પોઝિટ સ્કીલ લેબ ફરજિયાત હવે સૈદ્ધાંતિક-પ્રાયોગિક શિક્ષણ વચ્ચેનું અંતર ઘટશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment