Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યવહારિક કૌશલ્ય વિકસાવવા લેબ:સીબીએસઇ સ્કૂલોમાં કમ્પોઝિટ સ્કીલ લેબ ફરજિયાત હવે સૈદ્ધાંતિક-પ્રાયોગિક શિક્ષણ વચ્ચેનું અંતર ઘટશે

    2 days ago

    સીબીએસઇની શાળાઓમાં હવે કમ્પોઝિટ સ્કીલ લેબ ફરજિયાત કરવામાં આવી છે. કમ્પોઝિટ સ્કીલ લેબનો મુખ્ય હેતુ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક શિક્ષણ વચ્ચેના અંતરને ઘટાડવાનો રહેશે. વિદ્યાર્થીઓમાં વાસ્તવિક વિશ્વની ક્ષમતાઓ વિકસાવવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ શાળાઓમાં કૌશલ્ય આધારિત શિક્ષણને સુદ્રઢ બનાવવા માટે તમામ સંલગ્ન શાળાઓમાં કમ્પોઝિટ સ્કિલ લેબ સ્થાપિત કરવાનું ફરજિયાત કર્યું છે. આ પગલું નવી શિક્ષણ નીતિ 2020ની માર્ગદર્શીકા સિદ્ધાંતોને અનુરૂપ છે. હવે વિદ્યાર્થીઓ માત્ર પાઠ્યપુસ્તક આધારિત જ્ઞાન સુધી મર્યાદિત ન રહે, પરંતુ વ્યવહારિક જીવનમાં ઉપયોગી કૌશલ્યો પણ પ્રાપ્ત કરે તે હેતુથી આ લેબ શરૂ કરવામાં આવશે. આ સાથે વિદ્યાર્થીઓમાં વાસ્તવિક વિશ્વની ક્ષમતાઓ રિયલ વર્લ્ડ કમ્પિટન્સી વિકસાવવા તેમજ પ્રવૃત્તિ આધારિત અને મલ્ટી-ડિસિપ્લિનરી લર્નિંગને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વિદ્યાર્થીઓ વિવિધ ટેકનિકલ સાધનો અને પ્રયોગો દ્વારા વિષયને વધુ ઊંડાણપૂર્વક સમજી શકશે. સીબીએસઇ એ લેબની સ્થાપના માટે માળખાગત સુવિધાઓની સ્પષ્ટ જરૂરિયાતો પણ જાહેર કરી છે. શાળાઓએ ધો. 6 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે 600 ચોરસ ફૂટની એક કોમ્પોઝિટ સ્કીલ લેબ બનાવવી પડશે. આવી હશે કમ્પોઝિટ સ્કીલ લેબ રોબોટિક્સ એન્ડ કોડિંગ: આ વિભાગમાં વિદ્યાર્થીઓ સોફ્ટવેર પ્રોગ્રામિંગ અને હાર્ડવેરના જોડાણ વિશે શીખી જાતે નાના રોબોટ બનાવશે. ઈલેક્ટ્રોનિક્સ: ઉપકરણોને ઇન્ટરનેટ સાથે જોડીને ઓપરેટ કરવાની રીત દ્વારા છાત્રો સેન્સર, સર્કિટ બોર્ડ અને સ્માર્ટ ડિવાઇસ કેવી રીતે કામ કરે છે તે શીખશે. 3ડી પ્રિન્ટીંગ એન્ડ ડિઝાઈનીંગ: વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર પર કોઈ પણ વસ્તુની 3D ડિઝાઇન તૈયાર કરશે અને તેને પ્રિન્ટર દ્વારા મૂર્ત સ્વરૂપ આપશે. ક્રિએટીવ આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ: અહીં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, પેઇન્ટિંગ અને હસ્તકલા દ્વારા નવીન વસ્તુઓ બનાવવાનું શીખવવામાં આવશે. બેઝિક એન્જી. એન્ડ હોમ સ્કીલ: વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં વપરાતા મિકેનિકલ ટુલ્સ અને મશીનરીનો પરિચય કરાવવામાં આવશે. ગ્રાફિક ડિઝાઈન એન્ડ મિડીયા: વિદ્યાર્થીઓ અહીં ફોટો એડિટિંગ, લોગો મેકિંગ અને સોશિયલ મીડિયા માટે પોસ્ટ ડિઝાઇન કરતા શીખશે. મીડિયાના પાસાઓ વિશે તેમને પ્રેક્ટિકલ અનુભવ મળશે. બે અલગ લેબ પણ બનાવી શકશે સ્કૂલો બે અલગ લેબ પણ બનાવી શકે છે જેમાં ધો.6થી 10 માટે એક અને ધો. 11-12 માટે બીજી લેબ રાખી શકાય છે. આ કિસ્સામાં એક લેબ 400 ચોરસ ફૂટની હોવી જોઈએ તેવું નક્કી કર્યું છે. આ લેબમાં જરૂરી સાધનો, મશીનરી અને પ્રયોગાત્મક સેટઅપ ઉપલબ્ધ કરાવવું પડશે. નવી સીબીએસઇ સ્કૂલોને 2027 ઓગસ્ટ સુધીનો સમય અપાયો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) ના નિયમો મુજબ નવી સંલગ્નતા મેળવતી શાળાઓ માટે આ લેબ વિકસાવવી ફરજિયાત રહેશે. જ્યારે હાલમાં કાર્યરત શાળાઓને 22 ઓગસ્ટ 2027 સુધીમાં આ માપદંડો પૂર્ણ કરવા માટે સમય આપવામાં આવ્યો છે. બોર્ડે શાળાઓને સમયસર આયોજન કરીને લેબની સ્થાપના અને અસરકારક કામગીરી શરૂ કરવાની સૂચના આપી છે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:સગાઈની વીંટીની ડિઝાઈન ન ગમતાં યુવક વિફર્યો, યુવતીના ઘરે જઈ લાફા ઝીંકીને છેડતી કરી, આખરે સગાઈ ‘ફોક’ કરાઈ
    Next Article
    Silent Salaries? Why Take-Home Stays Flat Despite CTC Rise After Appraisal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment