Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ‎:માંજલપુરની સ્ટેલા મેરી સ્કૂલના બિલ્ડિંગને બેંકનું સીલ,ચૂંટણીનું બૂથ હોવાથી મતદાન માટે ખોલાશે

    4 days ago

    પાલિકાની 26 એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ફાળવેલી માંજલપુરની સ્ટેલા મેરી સ્કૂલના એક બિલ્ડિંગને બેંકે સીલ માર્યું હોવાનું ખૂલ્યું છે. ચૂંટણીમાં સ્ટેલા મેરી સ્કૂલમાં મતદાન મથક ફાળવ્યું છે. મતદાન કેન્દ્ર માટે સ્કૂલ જોવા પહોંચેલા ચૂંટણી શાખાના અધિકારીઓ સીલ જોઇને ચોંક્યા હતા. જોકે મતદાન મથકના અભાવે સ્ટેલા મેરી સ્કૂલને સીલ હોવા છતાં મતદાન માટે ખોલાશે. પાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કલેક્ટરની અધ્યક્ષતામાં ચૂંટણી વિભાગ મતદાન મથકથી લઇ મત ગણતરીની પ્રક્રિયા માટે સતત કામગીરી કરી રહ્યો છે. માંજલપુરમાં વોર્ડ 18માં 58 બૂથ છે. જેમાં સ્ટેલા મેરી સ્કૂલમાં 4 બૂથ છે, જ્યાં મતદાન થશે. જોકે સ્કૂલના એક બિલ્ડિંગને બેંકે સીલ માર્યું છે. જોકે સ્કૂલને મતદાન માટે ખોલાવાશે. સ્કૂલોની સંખ્યા ઓછી હોવાથી મતદાન મથકો માટે તમામ સ્કૂલોનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટીમે સ્કૂલની મુલાકાત લીધી, સંચાલકોનો ખુલાસો પૂછાયો સ્ટેલા મેરી સ્કૂલના એક બાજુના બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું હોવાની વાત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને થતાં ટીમ સ્કૂલની મુલાકાતે ગઇ હતી, જ્યાં તેમણે સ્કૂલ સંચાલકોને ખુલાસો પૂછ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સ્કૂલ દ્વારા આ અંગે કચેરીને કોઇ જાણ કરાઇ નહતી. જેથી નોટિસ આપીને પગલાં લેવાશે. લોનની મુદ્દલ રકમ કરતાં વ્યાજ વધારી દીધું સ્ટેલા મેરીના સંચાલકોએ કહ્યું કે કોરોના પહેલાં 3.25 કરોડની લોન લીધી હતી. તેમાંથી 2 કરોડ ચૂકવી દીધા હતા. કોરોના કાળ પછી લોન ચૂકવવામાં વિલંબ થયો હતો. બેંક બદલાઇ ગઇ ને 3.40 કરોડની ઉઘરાણી કાઢી. અમે લોન ચૂકવાઇ જાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. મતદાન પર કોઇ પ્રકારની અસર થશે નહિ કલેક્ટરે જણાવ્યું હતું કે, સ્કૂલને સીલ મારવામાં આવ્યું છે તે બાજુનું બિલ્ડિંગ છે. જ્યારે એક ભાગ ખુલ્લો છે, જેથી મતદાનને કોઇ અસર નહિ થાય. સ્કૂલમાં મતદાન થશે.
    Click here to Read More
    Previous Article
    કરૂણાંતિકા:મકરપુરામાં એક જ કલાકમાં હાર્ટએટેકથી 2 વ્યક્તિનાં મોત
    Next Article
    સિટી એન્કર:સગાઈની વીંટીની ડિઝાઈન ન ગમતાં યુવક વિફર્યો, યુવતીના ઘરે જઈ લાફા ઝીંકીને છેડતી કરી, આખરે સગાઈ ‘ફોક’ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment