Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુર કોળીવાસમાં નવી આંગણવાડીનું ખાતમુહૂર્ત:સ્ટેશન વિસ્તારમાં બાળ આંગણવાડી કોડ નં. 2ના નવા મકાન માટે કાર્યક્રમ યોજાયો

    2 days ago

    લાલપુરના કોળીવાસ વિસ્તારમાં સરકાર દ્વારા નવી આંગણવાડીના મકાનના બાંધકામ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સ્ટેશન વિસ્તાર બાળ આંગણવાડી કોડ નંબર-૨ના નવા મકાન માટે હતો. આ ખાતમુહૂર્ત નાની બાળાના હસ્તે અને લાલપુરના સરપંચ જયેશભાઈ તેરૈયાની હાજરીમાં વિધિવત્ રીતે કરવામાં આવ્યું હતું. આંગણવાડીનું નવું મકાન બનવાથી વિસ્તારના નાના બાળકોને શિક્ષણ, પોષણ અને બાળ વિકાસ સંબંધિત સેવાઓ માટે વધુ સારી સુવિધા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ખાતમુહૂર્ત પ્રસંગે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. જેમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હીરજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અરશીભાઈ કરગીયા, પૂર્વ સરપંચ સમીરભાઈ, ગ્રામ પંચાયત સભ્ય રાજુભાઈ ડાભી, જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી રામલાલ વરાણિયા, ગ્રામ પંચાયત સભ્ય આરીફભાઈ શેખ, દિનેશભાઈ સાદરિયા અને ચંદુભાઈ બેચરા સહિતના આગેવાનો અને ગ્રામ પંચાયતના સભ્યોનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    આંદોલનની ચીમકી આપ્યા બાદ માત્ર રજુઆત !:રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચકાંડ મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટરોએ મનપાને વધુ પખવાડિયાનો સમય આપ્યો, કહ્યું- 151% ભ્રષ્ટાચાર થયો હોય રિપોર્ટ જાહેર કરાતો નથી
    Next Article
    Asian Games 2026, Day 5 LIVE Updates: Sakshi Chaudhary Starts Round Of 16 Bout, Eyes Quarterfinals Berth

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment