Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંદોલનની ચીમકી આપ્યા બાદ માત્ર રજુઆત !:રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન ખર્ચકાંડ મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટરોએ મનપાને વધુ પખવાડિયાનો સમય આપ્યો, કહ્યું- 151% ભ્રષ્ટાચાર થયો હોય રિપોર્ટ જાહેર કરાતો નથી

    2 days ago

    રાજકોટ મનપા દ્વારા ફેબ્રુઆરી મહિનામાં જંગલેશ્વરમાં મેગાડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેના ખર્ચને લઈને ભારે વિવાદ થયો હતો. ડિમોલેશન કાર્યમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ગંભીર આરોપ સામે આવતાં મનપા કમિશનર દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. જો કે આ સમિતિની રચનાને 75 દિવસ કરતા વધારે સમય વીતી જવા છતાં રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. જેને લઈને કોંગ્રેસના વોર્ડ નં-16નાં કોર્પોરેટર ઈબ્રાહીમ સોરા સહિતનાઓએ આંદોલનની ચીમકી આપ્યા બાદ આજે માત્ર રજુઆત કરી હતી. અને તપાસ કમિટીનો રિપોર્ટ જાહેર કરવા માટે વધુ પખવાડિયાનો સમય પણ આપ્યો હતો. અને 151% ભ્રષ્ટાચાર થયો હોય રિપોર્ટ જાહેર કરાતો નહીં હોવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટર ઇબ્રાહિમ સોરાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકામાં સીટની રચના કરવામાં આવી તેને આજની તારીખે 75 દિવસથી વધુ સમય વિતી ગયો હોવા છતાં તેનો કોઈ જ રિપોર્ટ આપવામાં આવ્યો નથી. 3 દિવસ પહેલાં આ અંગે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે કમિશનર અને મેયરની ઓફિસ સામે ધરણા કરવાનો નિર્ણય લેવાયો છે. વૉર્ડ નંબર 16 તેમજ નદીકાંઠા વિસ્તારમાં જે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે, તેમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. તંત્ર માત્ર ડીંડક ચલાવી રહ્યું છે અને વિગતો છુપાવી રહ્યું છે. જોકે આંદોલન કે ધરણા કરવાને બદલે માત્ર રજુઆત કરીને કોંગ્રેસના કોર્પોરેટરો નિકળી ગયા હતાં. આ મુદ્દે દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં કોંગ્રેસના કોર્પોરેટર ઇબ્રાહિમ સોરાએ જણાવ્યુ હતું કે, પાર્ટીના નિયમો મુજબ હાલ અમે માત્ર આવેદન આપ્યું છે. આ રજૂઆતમાં તંત્રને 15 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો ત્યાં સુધીમાં મનપા દ્વારા તપાસ કમિટીનો રિપોર્ટ જાહેર નહીં કરવામાં આવે તો કોંગ્રેસના તમામ કોર્પોરેટરો જંગલેશ્વરનાં અસરગ્રસ્તોને સાથે રાખી આ મામલે આંદોલન કરશે. કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દીપ્તિ સોલંકીએ જંગલેશ્વર ડિમોલિશનમાં થયેલા ખર્ચના આંકડાઓ સામે ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી બાદ મહાનગરપાલિકા દ્વારા જનરલ બોર્ડમાં જે ખર્ચ રજૂ કરવામાં આવ્યો હતો, તેમાં કોઈ ચોક્કસ પુરાવા કે સંતોષકારક વિગતો આપવામાં આવી નહોતી. વધુમાં તેમણે જણાવ્યું કે, સામાન્ય રીતે કોઈ કાર્યક્રમમાં ટેબલનું દૈનિક ભાડું સર્વિસ સાથે 300 થી 500 રૂપિયા થતું હોય છે, જેની સામે શાસકોએ 1 દિવસના 3000થી 4000 રૂપિયા જેવું મસમોટું ભાડું દર્શાવ્યું છે. તેમજ કાજુ-કતરી, જમણવાર, પાણીની સુવિધા અને મંડપ સર્વિસ સહિત તમામ કામોમાં મોટાપાયે ગેરરીતિ થઈ છે. એટલે જ તંત્ર અને કમિશનર સાચો રિપોર્ટ જાહેર કરતા અચકાઈ રહ્યા છે કારણ કે તેમાં ભ્રષ્ટાચાર થયો છે. તમામ બાબતોનો વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસના કોર્પોરેટરોએ આજરોજ આવેદન પાઠવી રજૂઆત કરી છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં નલ સે જલ કૌભાંડમાં વધુ એકની ધરપકડ:વાસ્મોના પૂર્વ એન્જિનિયર મોહસીન મન્સુરી ઝડપાયા, કુલ 58 આરોપી પકડાયા
    Next Article
    લાલપુર કોળીવાસમાં નવી આંગણવાડીનું ખાતમુહૂર્ત:સ્ટેશન વિસ્તારમાં બાળ આંગણવાડી કોડ નં. 2ના નવા મકાન માટે કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment