Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેંદી રંગ લાગ્યો:સવા મણ સોનાનું કાપડું રે…

    6 days ago

    સવા મણ સોનાનું કાપડું રે, અધમણ રૂપાનાં ભરત ભરાયાં, કાપડું ભરત ભર્યું રે. સામે ઓરડીએ ધોળીડા રે, સારા જોઈ જોઈ લ્યો મારી નણદી, કાપડું ભરત ભર્યું રે. તારાં ધોળીડાને શું રે કરું રે, લાગી છે કાપડાની રઢ મારી ભાભી, કાપડું ભરત ભર્યું રે. મારાં મૈયરનું કાપડું રે, એ ચ્યમ ચાલ્યું જાય મારી નણદી, કાપડું ભરત ભર્યું રે. થાળી ભરીને રૂપૈયા રે, જોઈ એમ લઈ લો મારી નણદી, કાપડું ભરત ભર્યું રે. તારા રૂપૈયાને શું રે કરું રે, લાગી છે કાપડાની રઢ મારી ભાભી, કાપડું ભરત ભર્યું રે. સામી વળગણિયે કાપડું રે, લઈને દીસતાં રહો મારાં નણદી, કાપડું ભરત ભર્યું રે. સમા તે મળજો લૂંટારુ રે, કાપડું હો લૂંટાલૂંટ મારી નણદી, કાપડું ભરત ભર્યું રે. સમા તે મળજો નાગડા રે, ડસજો કાળુડા નાગ મારી નણદી, કાપડું ભરત ભર્યું રે. ભારતીય લગ્ન પરંપરા ન્યારી છે. અઢી-ત્રણ કલાકની વિધિ દરમિયાન મંત્રોચ્ચાર, કન્યાદાન, ફેરા, સપ્તપદી, કંસાર, શુભાશિષ અને કન્યાવિદાય એટલે લગ્ન સંપન્ન એવું નથી. સગપણ થાય ત્યારથી લઈને વરકન્યાના પરિવારો વચ્ચે આજીવન સંપર્કસેતુ અતૂટ રહે એવી ભાવના હોય છે. વળી, રિવાજો પણ કેવા! લગ્ન પહેલાં અને પછી બહુધા પર્વોમાં ભેટસોગાદનો સિલસિલો કાયમ રહે. ગુજરાતીઓના રિવાજો પણ ફાંકડા. વહુ પરણીને સાસરે આવે એટલે બે-પાંચ દિવસમાં સાસુમા આણું પાથરે. આણું પાથરવું એટલે વહુ જે અલંકારો, કપડાં, રાચરચીલું લઈ આવી હોય એ બધું એક ઓરડા કે ઓસરીમાં ગોઠવે ને પછી જે પરિવારો સાથે વ્યવહાર હોય એ બધી બહેનોને આણું જોવા નોતરે. આપણે ત્યાં એક એવી વણલખી પ્રથા હતી કે પથરાયેલા આણાંમાંથી નણંદ જે વસ્તુ માગે એ ભાભીએ આપી દેવાની! ‘સવા મણ સોનાનું કાપડું રે. . . ’ એ જ ભાવ પ્રગટ કરતું લોકગીત છે. જ્યારે નવી વહુનું આણું પાથરવામાં આવ્યું ત્યારે નણંદે ભરત ભરેલું કાપડું માગી લીધું. લોકગીત તો એવું કહે છે કે કપડામાં સવા મણ સોનાથી ભરત ભર્યું હતું પણ એ સ્પષ્ટપણે અતિરેક છે. સવા મણ સોનાનું કાપડુંનો અર્થ એ થાય કે વહુને બહુ જ ગમતું મહામૂલું કાપડું જે પોતે નણંદને આપવા નથી માગતી પણ રિવાજ છે એટલે આપવું તો પડે! વહુ શાણી છે એટલે નણંદનું ધ્યાન ભટકાવવા એણે કપડાની અવેજીમાં ધોળીડા, રૂપિયા વગેરે આપવાની તૈયારી બતાવી પણ નણંદ એકની બે નથી થતી એટલે છેલ્લે થાકીને કહેવું પડે છે કે સામી ખીંટીએ કાપડું ટીંગાય છે એ લઈ લે અને કોઈ દિવસ જોયું ન હોય એમ જોયા કર! વહુનો પરાજય થયો એથી એણે નણંદને અભિશાપ પણ આપી દીધો કે તને લૂંટારુ સામા મળે ને કાપડું લૂંટી જાય, તને નાગ સામા મળે ને ડંખી જાય. આ લોકગીત ઉત્તર ગુજરાત બાજુ ગવાતું હશે, કેમ કે એમાં ભરત ભરાવ્યાંને બદલે ‘ભરાયાં’, કેમને બદલે ‘ચ્યમ’ જેવા શબ્દપ્રયોગો થયા છે. સૌરાષ્ટ્રમાં આ જ લોકગીતનો બીજો પાઠ બહુ પ્રચલિત છે, મારા લે’રિયામાં લાગી લૂંટાલૂંટ, હો નણદલ માગે લે’રિયું રે બાઈ. મારા દાદાનું દીધેલ લે’રિયું રે બાઈ, મારી માતાની બાંધેલ લાંક, હો નણદલ માગે લે’રિયું રે બાઈ. સૌરાષ્ટ્રના ગીતમાં છેલ્લે વહુ કંટાળીને કહે છે કે- સામી વળગણિયે લે’રિયું રે બાઈ, નણદી લઈને અદીઠડાં થાઓ, હો નણદલ માગે લે’રિયું રે બાઈ. સૌરાષ્ટ્રની ભાભી નણંદને લે’રિયું લઈને પોતાની નજરથી દૂર થઇ જવાનું કહે છે, પણ ઉત્તર ગુજરાતના ગીતમાં તો શાપ પણ આપ્યો. બસ, આ જ તો લોકગીત છે.
    Click here to Read More
    Previous Article
    આઠમી અજાયબી:વોયનિચ મેન્યુસ્ક્રિપ્ટ : 600 વર્ષથી કોઈ આ લખાણને કેમ ઉકેલી શક્યું નથી?
    Next Article
    સાયબર સિક્યુરિટી:સાયબર ફ્રોડ કોર્પોરેટ બિઝનેસ બની ગયો છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment