Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોગસપાર્ક પાસે મજૂરીના રૂ.600 માંગતા ત્રિકમથી હુમલો:ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો, મારી નાખવાની ધમકી આપનાર સામે ફરિયાદ

    एक दिन पहले

    ભાવનગર શહેરના જોગસપાર્ક વિસ્તારમાં ગત સાંજે મજૂરીના રૂ. 600ની ઉઘરાણી કરવા બાબતે ઉશ્કેરાયેલા એક શખ્સે મજૂર પર ત્રિકમ વડે હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં ઈજાગ્રસ્ત મજૂરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે આ મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અન્ય એક અજાણ્યા મજૂરને નાણાં આપી દેતા મામલો બિચક્યો સરકારી હોસ્પિટલ સામે આવેલ જોગસપાર્કની ફૂટપાથ પર રહેતા અને મજૂરી કામ કરતા ભરતભાઈ ભગાભાઈ સરવૈયા (ઉં.વ. 45) ભોપા વણઝારા નામના શખ્સ સાથે ટ્રેક્ટર મારફતે માટી, કપચી અને મકાન તોડકામના ફેરા મારવાના કામ અર્થે ગયા હતા. ગાળો આપીને માથાના ભાગે ત્રિકમ મારી દીધું કામ પતાવીને પરત ફર્યા બાદ, ભરતભાઈએ પોતાની મહેનતના રૂ. 600 માંગતા ભોપા વણઝારાએ અન્ય એક અજાણ્યા મજૂરને નાણાં આપી દીધા હોવાનું જણાવ્યું હતું. ભરતભાઈએ પોતાની મજૂરીના નાણાં પોતાને જ આપવાનો આગ્રહ રાખતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપીને માથાના ભાગે ત્રિકમ મારી દીધું હતું. 'હવે પછી રૂપિયા માંગવા આવીશ તો જાનથી મારી નાખીશ' હુમલા દરમિયાન ઈજાગ્રસ્તના પરિવારજનો અને બાળકો આવી પહોંચતા આરોપી 'હવે પછી રૂપિયા માંગવા આવીશ તો જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપીને પોતાના બાઈક પર ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમગ્ર મામલે નીલમબાગ પોલીસે આરોપી ભોપા વણઝારા સામે BNS ની વિવિધ કલમો તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    'મેરી મોત કી વજહ યહ દોનો હૈ':'અમિત ઠાકર MLA ન્યાય દિલાના'; પિતા-પુત્રના ફોટા સાથેનું વોટ્સએપ સ્ટેટસ મૂકી અમદાવાદના યુવકે ગળાફાંસો ખાધો
    Next Article
    નીચલા દાતાર વિસ્તારમાં મગરનું સફળ રેસ્ક્યુ:નીચલા દાતાર વિસ્તારમાં મગર આવી ચડતાં ફફડાટ,લોકટોળા ઉમટ્યા,યુવાનોએ પકડી વન વિભાગને સોંપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment