Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર સિક્યુરિટી:સાયબર ફ્રોડ કોર્પોરેટ બિઝનેસ બની ગયો છે?

    1 week ago

    કેવલ ઉમરેટિયા જ્યારે પણ આપણે સાયબર ફ્રોડ, સાયબર ઠગ કે હેકર વિશે સાંભળીએ તો ફિલ્મોની જેમ એવી કલ્પના કરતા હોઈએ છીએ કે કોઈ એક માણસ અંધારા રૂમમાં હૂડી પહેરીને કમ્પ્યુટર સામે બેસીને આ બધું કરતો હશે. યાદ રાખો, આ માત્ર કલ્પના જ છે. આજની વાસ્તવિકતા એ છે કે સાયબર ક્રાઈમ હવે કોઈ એક-બે અપરાધી દ્વારા થતો ખેલ નથી. સાયબર ફ્રોડ તો હવે એક મલ્ટિનેશનલ કંપનીની જેમ ચાલતો અબજો ડોલરનો કોર્પોરેટ બિઝનેસ બની ગયો છે. જેમ કોર્પોરેટ કંપનીઓની ઓફિસ હોય છે તેવી જ રીતે એર-કન્ડિશન્ડ ઓફિસો હોય છે. તેમના ટાર્ગેટ હોય છે, તેમને બોનસ પણ મળે છે અને સાયબર ગઠિયાઓ અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. ડેટા કલેક્શન અને રિસર્ચ ટીમ કોઈ પણ સામાન્ય કંપનીની જેમ આ લોકોનું પહેલું કામ કાચો માલ એટલે કે તમારો ડેટા ભેગો કરવાનું હોય છે. આ ટીમનું કામ ડાર્ક વેબ કે ડેટા બ્રોકર્સ પાસેથી લોકોનાં નામ, મોબાઈલ નંબર, આધાર, પાન કાર્ડ અને બેંકની વિગતો ખરીદવાનું છે. આ ટીમ નક્કી કરે છે કે આજે સિનિયર સિટીઝન્સને ટાર્ગેટ કરવા છે કે પછી વર્ક ફ્રોમ હોમ શોધી રહેલી મહિલાઓને. જેના આધારે આગળની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવે છે. કોલર્સ અને કસ્ટમર સપોર્ટ ડેટા મળ્યા પછી કોલર્સનું કામ શરૂ થાય છે. આ લોકો બહુ કડકડાટ અંગ્રેજી અને હિન્દી બોલતા હોય છે. તેમને એક તૈયાર સ્ક્રિપ્ટ આપવામાં આવે છે, જેમાં ક્યારે ગુસ્સો કરવો અને ક્યારે લાગણી બતાવવી એ બધું જ લખેલું હોય છે. જેવા તમે ફોન ઉપાડો, એટલે એકદમ પ્રોફેશનલ અવાજમાં કહેશે કે “હું ફલાણી કુરિઅર કંપનીમાંથી બોલું છું…’ અથવા તો ‘હું ફલાણો અધિકારી બોલું છું…’ જો તમે તેમની વાતોમાં આવી ગયા, તો તેમનું કામ પૂરું અને તરત જ તેઓ ફોન ‘સિનિયર અધિકારી’ને ટ્રાન્સફર કરી દે છે. ક્લોઝર ટીમ આ વિભાગમાં સિનિયર અને અનુભવી સાયબર ગઠિયાઓ હોય છે. પેલા કોલર્સે જેમને લાલચમાં કે ડરાવીને ફસાવ્યાં હોય તેમની પાસેથી પૈસા કઢાવવાનું (કોલ ક્લોઝ કરવાનું) કામ આ લોકો કરે છે. તેઓ પોતાની જાતને CBIના મોટા સાહેબ, નાર્કોટિક્સના હેડ કે પોલીસ કમિશનર તરીકે ઓળખાવે છે. તેમના બેકગ્રાઉન્ડમાં વાયરલેસ રેડિયો, ટાઈપરાઈટર અને સાયરનનો અવાજ ચાલતો હોય છે. તેઓ તમારા દિમાગ સાથે એવી રમત રમે છે, તમને એવો ડર કે લાલચ બતાવે છે કે તમે સામે ચાલીને લાખો રૂપિયા ટ્રાન્સફર કરી દો છો. ફાયનાન્સ અને મની લોન્ડરિંગ ટીમ પૈસા ટ્રાન્સફર થતાં જ આ ટીમનું કામ શરૂ થાય છે. તેમનું કામ છે ભાડાનાં બેંક ખાતાં (Mule Accounts) શોધવા, મજૂરો કે વિદ્યાર્થીઓને થોડા પૈસાની લાલચ આપીને તેમના નામે ખાતાં ખોલાવવા. જેવા તમે પૈસા ટ્રાન્સફર કરો છો કે આ ટીમ ગણતરીની મિનિટોમાં એ પૈસાને ડઝનબંધ ખાતાંઓમાં ફેરવીને ક્રિપ્ટોકરન્સીમાં બદલી નાખે છે. આ રીતે પૈસા સિસ્ટમમાંથી ગાયબ થઈને દેશની બહાર બેઠેલા તેમના અસલી આકાઓ સુધી પહોંચી જાય છે. ટાર્ગેટ, ઇન્સેન્ટિવ અને બોનસ તાજેતરમાં કંબોડિયા અને મ્યાનમાર જેવા દેશોમાંથી આવેલા રિપોર્ટ્સથી ખુલાસો થયો છે કે આ સ્કેમ સેન્ટરોમાં કામ કરતા યુવાનોને ‘મંથલી ટાર્ગેટ’ આપવામાં આવે છે. જે એક દિવસમાં સૌથી વધુ લોકો સાથે ફ્રોડ કરે તેને ઇન્સેન્ટિવ, આઈફોન કે બોનસ મળે છે. ત્યાં શિફ્ટમાં કામ થાય છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે એક અસલી કોર્પોરેટ કંપનીની જેમ અહીં પણ દરેક કોલનું રેકોર્ડિંગ સાંભળીને ‘ક્વોલિટી ચેક’ (QA) કરવામાં આવે છે, જેથી કોલર્સને શીખવાડી શકાય કે આવતી વખતે છેતરપિંડીની રીતને વધુ ધારદાર કેવી રીતે બનાવવી! એટલે કે હવે લોકોએ વધારે સાવધાન થવાની જરૂર છે. હવે જ્યારે તમને કોઈ આવો કોલ આવે તો યાદ રાખજો કે તમે કોઈ એક સામાન્ય ગઠિયા સાથે નહીં, પણ એક અત્યંત શાતિર અને ટ્રેનિંગ પામેલી કોર્પોરેટ મશીનરી સાથે વાત કરી રહ્યા છો. આ આખી કોર્પોરેટ મશીનરીને ફેલ કરવાનો માત્ર એક જ અચૂક રસ્તો છે. ડરવાનું બિલકુલ નથી અને કોઈ પણ જાતની દલીલ કર્યા વગર તરત જ ફોન કાપી નાંખો. ત્યારબાદ તરત 1930 પર ફોન કરીને તે નંબરની ફરિયાદ કરો. યાદ રહે, છેલ્લે તો જાગૃતિ અને સાવધાની જ સૌથી મોટાં હથિયાર છે.
    Click here to Read More
    Previous Article
    મેંદી રંગ લાગ્યો:સવા મણ સોનાનું કાપડું રે…
    Next Article
    મનદુરસ્તી:લગ્નજીવન સફળ થશે પણ... કન્ડિશન્સ એપ્લાય!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment