Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એચ.એ. કોલેજમાં 'આજનું યુથ અને સોશિયલ મીડિયા' પર વક્તવ્ય:પ્રિન્સિપાલે સોશિયલ મીડિયાના ફાયદા-ગેરફાયદા સમજાવ્યા

    18 hours ago

    ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ તેના 70 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ નિમિત્તે વર્ષભર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં, કોલેજમાં "આજનું યુથ અને સોશિયલ મીડિયા" વિષય પર એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના ઉદયથી ક્રાંતિ આવી છે. તેના વિવિધ પ્લેટફોર્મ્સના ઉપયોગથી ઘણા ફાયદા પણ થયા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શૈક્ષણિક અને વ્યાપારિક દ્રષ્ટિએ સરળતા અને પ્રગતિ શક્ય બની છે. ઇન્ટરનેટની સુવિધાને કારણે મિત્રો સાથે સંવાદ, કુટુંબ સાથેના સંબંધો અને વ્યવસાયમાં પણ ફાયદો થઈ શકે છે. યુવાનો પોતાની આવડત કે સ્કિલને લોકો સુધી પહોંચાડી શકે છે અને કંપનીની બ્રાન્ડનો પ્રચાર-પ્રસાર પણ કરી શકે છે. જોકે, પ્રિન્સિપાલ વકીલે ચેતવણી આપી હતી કે આજનો યુવાન તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તેના પર બધું નિર્ભર છે. સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરવાથી હતાશા, ચિંતા અને ડિપ્રેશન આવી શકે છે. તેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. સામાજિક સંબંધો બગડવાનું કારણ પણ તે સાબિત થાય છે. યુવાનો પોતાના અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી. આ બધી નકારાત્મક અસરોથી બચવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ સમયપૂર્વક કરવો જોઈએ અને સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. જેથી આત્મવિશ્વાસથી જીવન સફળ બનાવી શકાય છે. કાર્યક્રમના અંતે કોલેજના પ્રોફેસર ચેતન મેવાડાએ આભારવિધિ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાહી ફાઉન્ડેશને મનોદિવ્યાંગ બાળકોને નાસ્તો કરાવ્યો:પાલડીની લર્નિંગ ક્લિનિક સ્કૂલમાં ઇડલી-સંભારનું ભોજન અપાયું
    Next Article
    વલસાડના ઊંટડીમાં વકફ બોર્ડની જમીન ખાનગી બતાવી પધરાવી દીધી:નાયબ કલેક્ટરે ₹42.69 લાખની જમીનની નોંધ નામંજૂર કરી, મસ્જિદ ટ્રસ્ટની વાંધા અરજીને ગ્રાહ્ય રાખી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment